ગુજરાતની GST આવકમાં ઉછાળો, જુલાઈ 2025માં 10,381 કરોડની રેકોર્ડ આવક

આવકમાં વધારાની સાથે સાથે, ગુજરાતમાં કરદાતાઓની સંખ્યામાં પણ ઉલ્લેખનીય વધારો થયો છે. GST લાગુ થયા પછી, 2024-2025 ના આર્થિક વર્ષમાં કરદાતાઓની સંખ્યા બમણાથી પણ વધુ થઈ ગઈ છે.

અમદાવાદ, શનિવાર
ગુજરાતની આર્થિક પ્રગતિના વધુ એક સંકેત રૂપે, રાજ્યની GST આવકમાં નોંધપાત્ર 15% નો વધારો જોવા મળ્યો છે. જુલાઈ 2025 માં, ગુજરાતને GST હેઠળ 6,702 કરોડની આવક થઈ, જે જુલાઈ 2024 માં થયેલી 5,837 કરોડની આવક કરતાં ઘણો વધારે છે. આ આંકડો રાષ્ટ્રીય કક્ષાએ GST આવકના 8% ગ્રોથ કરતાં પણ ઘણો સારો છે.

રાજ્ય કર વિભાગની કુલ આવકમાં મોટો વધારો
માત્ર GST જ નહીં, પરંતુ અન્ય કરવેરા ક્ષેત્રોમાં પણ ગુજરાતે ઉત્તમ પ્રદર્શન કર્યું છે. જુલાઈ 2025 માં, રાજ્યને વેટ (VAT) હેઠળ 2,620 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ 1,038 કરોડ, અને વ્યવસાય વેરા હેઠળ 22 કરોડની આવક થઈ. આ બધાને ભેગા કરતાં, રાજ્ય કર વિભાગને GST, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરામાંથી કુલ 10,381 કરોડની આવક પ્રાપ્ત થઈ છે, જે ગુજરાતની મજબૂત આર્થિક સ્થિતિ દર્શાવે છે.

ટેક્સપેયર્સની સંખ્યામાં ગ્રોથ અને મોબાઈલ સ્ક્વૉડનું યોગદાન
આવકમાં વધારાની સાથે સાથે, ગુજરાતમાં કરદાતાઓની સંખ્યામાં પણ ઉલ્લેખનીય વધારો થયો છે. GST લાગુ થયા પછી, 2024-2025 ના આર્થિક વર્ષમાં કરદાતાઓની સંખ્યા બમણાથી પણ વધુ થઈ ગઈ છે. આ ઉપરાંત, મોબાઈલ સ્ક્વૉડ દ્વારા પણ રેવન્યુ કલેક્શનમાં મહત્વનો ફાળો આપવામાં આવ્યો છે. જુલાઈ 2025 માં, મોબાઈલ સ્ક્વૉડ દ્વારા 30.99 કરોડની આવક થઈ, જે ગયા વર્ષના સમાન મહિનામાં થયેલી 24.65 કરોડની આવક કરતાં 25.72% વધુ છે. આ આંકડા ગુજરાતના કર વિભાગની કાર્યક્ષમતા અને રાજ્યની વધતી જતી કરપાત્ર વસ્તી દર્શાવે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!