પ્રી પ્રાઇમરી સ્કૂલો માટે રાજ્ય સરકારે નિયમો હળવા કર્યા, અગાઉ ની જોગવાઈઓ સામે સંચાલકોએ વિરોધ નોંધાયો હતો.

ગાંધીનગર, રવિવાર
ગુજરાત સરકાર દ્વારા પ્રી-પ્રાઈમરી સ્કૂલોના સંચાલકોને ધ્યાનમાં રાખીને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. અગાઉ લાગુ કરાયેલા કડક નિયમો સામે સ્કૂલ સંચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો, જેને પગલે સરકારે હવે નિયમોમાં ફેરફાર કરીને મોટી રાહત આપી છે.
નવા નિયમો મુજબ, રાજ્યની તમામ પૂર્વ-પ્રાથમિક બિન-અનુદાનિત સંસ્થાઓનું રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ શૈક્ષણિક ગુણવત્તા જાળવવાનો અને બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવાનો છે.
એડમિશન માટેની નવી વય મર્યાદા
નવી ગાઈડલાઈન મુજબ બાળકોના એડમિશન માટેની વય મર્યાદા પણ સ્પષ્ટ કરવામાં આવી છે. આ નિયમોનું પાલન કરવું તમામ સ્કૂલો માટે ફરજિયાત છે:
નિયમ 1: 3 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોઈ પણ સંજોગોમાં પ્રવેશ આપી શકાશે નહીં.
નિયમ 2: જે બાળકોએ 3 વર્ષ પૂર્ણ કર્યા છે, પરંતુ 4 વર્ષ પૂર્ણ થયા નથી, તેમને KG (નર્સરી) માં પ્રવેશ મળશે.
નિયમ 3: જે બાળકોએ 4 વર્ષ પૂર્ણ કર્યા છે, પરંતુ 5 વર્ષ પૂર્ણ થયા નથી, તેમને સિનિયર KG માં પ્રવેશ મળશે.
નિયમ 4: જે બાળકોએ 5 વર્ષ પૂર્ણ કર્યા છે, પરંતુ 6 વર્ષ પૂર્ણ થયા નથી, તેમને બાલ વાટિકા માં પ્રવેશ મળશે.
આ ફેરફારોથી વાલીઓ અને સ્કૂલ સંચાલકો વચ્ચેની ગૂંચવણ ઓછી થશે અને એક સુવ્યવસ્થિત શિક્ષણ વ્યવસ્થા ગોઠવાશે. સરકારનો આ નિર્ણય બાળકોના યોગ્ય શૈક્ષણિક વિકાસ માટે એક સકારાત્મક પગલું માનવામાં આવે છે.











