ગાંધીનગરમાં પરીક્ષા વગર 60,000ની નોકરી, અહીંયા કરો અરજી

ઉમેદવાર પાસે ઓછામાં ઓછા 5 વર્ષનો પ્રેક્ટિસિંગ એડવોકેટ તરીકેનો અનુભવ હોવો જોઈએ.

ગાંધીનગર, સોમવાર
જો તમે કાયદાની ડિગ્રી ધરાવો છો અને ગુજરાતમાં સરકારી નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે એક સુવર્ણ તક આવી છે! ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા લીગલ એક્ઝિક્યુટિવ (કાયદા સલાહકાર) પોસ્ટ માટે 11 માસના કરાર આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં કોઈ પરીક્ષા લેવામાં આવશે નહીં, અને ઉમેદવારોને દર મહિને 60,000નો ફિક્સ પગાર મળશે.

ગુજરાત ભરતી 2025: મુખ્ય વિગતો
* સંસ્થા: ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગાંધીનગર
* પોસ્ટ: લીગલ એક્ઝિક્યુટિવ (કાયદા સલાહકાર)
* કુલ જગ્યા: 1
* નોકરીનો પ્રકાર: 11 માસ કરાર આધારિત
* એપ્લિકેશન મોડ: ઓફલાઈન
* છેલ્લી તારીખ: ભરતી જાહેર થયાના 10 દિવસની અંદર (જાહેરાતની તારીખ ચકાસવી)
* પગાર: 60,000 પ્રતિ માસ (ફિક્સ)
* વય મર્યાદા: મહત્તમ 45 વર્ષ

શૈક્ષણિક લાયકાત અને અનુભવ
* ભારતની માન્ય યુનિવર્સિટીમાંથી કાયદાના સ્નાતકની પદવી (L.L.B.).
* કાયદાની પ્રેક્ટિસ માટે માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ.
* CCC+ લેવલનું કમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન હોવું ફરજિયાત છે.
* ઉમેદવાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અથવા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં નોંધણી ધરાવતા હોવા જોઈએ.
* ગુજરાતી અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ હોવું આવશ્યક છે.

અનુભવ
ઉમેદવાર પાસે ઓછામાં ઓછા 5 વર્ષનો પ્રેક્ટિસિંગ એડવોકેટ તરીકેનો અનુભવ હોવો જોઈએ. જે પૈકી, નામદાર હાઈકોર્ટમાં ઓછામાં ઓછા 3 વર્ષની વકીલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો/વિભાગીય કચેરીઓમાં/સરકારના જાહેર સાહસો વતી નામ. સુપ્રીમકોર્ટ/હાઈકોર્ટ/જિલ્લા કોર્ટના કેસમાં બચાવની કામગીરીમાં 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

અરજી પ્રક્રિયા સ્ટેપ-બાય-સ્ટેપ
આ ભરતી માટે ઓફલાઈન અરજી કરવાની રહેશે. અરજી પત્રકનો નમૂનો, જાહેરાત અંગે વિગતવાર માહિતી, અને લીગલ કન્સલ્ટન્ટની જગ્યાની શરતો તથા ફરજો-કામગીરીની વિગતો ઉદ્યોગ અને ખાણ વિભાગની ઓફિશિયલ વેબસાઇટ https://imd.gujarat.gov.in પર ઉપલબ્ધ છે.

અરજી કરવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો
* ઉદ્યોગ અને ખાણ વિભાગની વેબસાઇટ પરથી અરજી પત્રકનો નમૂનો ડાઉનલોડ કરો.
* અરજી પત્રકમાં માંગેલી તમામ વિગતો કાળજીપૂર્વક ભરો.
* તમારા શૈક્ષણિક પ્રમાણપત્રોની નકલ અને અનુભવના આધાર પુરાવા અરજી પત્રક સાથે જોડો.
* ઉપ સચિવ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના નામનો 100નો ડિમાન્ડ ડ્રાફ્ટ મેળવી અરજી સાથે જોડો.
સંપૂર્ણ ભરેલી અરજી અને તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે ભરતી જાહેર થયાના 10 દિવસની અંદર નીચે આપેલા સરનામે મોકલી આપો.

અરજી મોકલવાનું સરનામું
સંયુક્ત સચિવ (મહેકમ)
બ્લોક નં. પચોથો માળ,
ઉદ્યોગ અને ખાણ વિભાગ,
સચિવાલય,
ગાંધીનગર

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!