અમદાવાદ: 4 વર્ષથી ફરાર કુખ્યાત આરોપી બબલુ ઝડપાયો, પોલીસથી બચવા કર્યા 8 જ્યોતિર્લિંગના દર્શન

પોલીસથી બચવા માટે બબલુ છેલ્લા 4 વર્ષથી અલગ અલગ રાજ્યોમાં છુપાઈ રહ્યો હતો. પોલીસથી છુપાવવા માટે તેણે અનોખો રસ્તો અપનાવ્યો હતો. તે મોટેભાગે ધાર્મિક સ્થળોની આસપાસ જ રહેતો હતો.

અમદાવાદ, મંગળવાર
અમદાવાદ પોલીસે ઘણા સમયથી વોન્ટેડ એવા કુખ્યાત આરોપી અભિષેક રાજપૂત ઉર્ફે બબલુની આખરે ધરપકડ કરી છે. આ આરોપી છેલ્લા 4 વર્ષથી પોલીસથી બચવા માટે ભાગી રહ્યો હતો. ધરપકડ બાદ તેની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.

કોણ છે આ બબલુ?
અભિષેક રાજપૂત ઉર્ફે બબલુ અમદાવાદમાં અનેક ગુનાઓમાં વોન્ટેડ હતો. તેના પર હત્યા, મારામારી, પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટ હેઠળ કુલ 12 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. તાજેતરમાં જ ઓડિશામાં પણ તેના પર આર્મ્સ એક્ટ હેઠળ એક કેસ દાખલ થયો હતો.

પોલીસથી બચવા અપનાવી નવી ટેકનિક
પોલીસથી બચવા માટે બબલુ છેલ્લા 4 વર્ષથી અલગ અલગ રાજ્યોમાં છુપાઈ રહ્યો હતો. પોલીસથી છુપાવવા માટે તેણે અનોખો રસ્તો અપનાવ્યો હતો. તે મોટેભાગે ધાર્મિક સ્થળોની આસપાસ જ રહેતો હતો. આ સમયગાળા દરમિયાન તેણે દેશભરમાં આવેલા 8થી વધુ જ્યોતિર્લિંગના દર્શન પણ કર્યા હોવાનું સામે આવ્યું છે. આખરે, પોલીસે સતત પ્રયાસો બાદ તેને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. હવે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!