ગાંધીનગર: મનપાની આરોગ્ય ટીમે 65 બાંધકામ સાઇટ પર તવાઈ, 8 સાઇટ્સને 50,000 થી વધુનો દંડ ફટકાર્યો

આ સિવાય ટેક્સાસ રેપોસ અને અક્ષર ડેવલોપર (પેથાપુર) જેવી વધુ બે સાઇટને 6,500 નો દંડ થયો હતો, પરંતુ તેમણે સ્થળ પર દંડ ભરવાનો ઇનકાર કર્યો. તેમને 7 દિવસમાં દંડ ભરવા નોટિસ આપવામાં આવી છે.

ગાંધીનગર, ગુરૂવાર
ગાંધીનગર મહાનગરપાલિકાની આરોગ્ય ટીમે ચોમાસામાં મચ્છરજન્ય રોગો અટકાવવા માટે એક્શન લીધી છે. શહેરની 65 બાંધકામ સાઇટ પર સરપ્રાઈઝ વિઝિટ કરીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન, જ્યાં પણ મચ્છરોના બ્રીડિંગ જોવા મળ્યા, ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવી.

આ સર્વેલન્સમાં કુલ 8 બાંધકામ સાઇટને દંડ ફટકારવામાં આવ્યો છે, જેનો કુલ આંકડો 50,000 થી પણ વધુ છે.

કોને કેટલો દંડ થયો?
* ગાંધીનગરના ન્યુ ગાંધીનગર વિસ્તારમાં આવેલી સાઇટ્સ પર કાર્યવાહી કરવામાં આવી હતી.
* સ્ટેલન બિલ્ડર LLP (રાયસણ): 5,500
* અધ્વાઈ સાઇટ: 6,500
* ગણેશ સ્કાય લાઈન: 8,500
* સમય સ્તેલર: 58,500
* શાંતિ એપ્રોકોન LLP (સિવિલ હોસ્પિટલ): 10,000
* શ્રીજી કૃપા પ્રોજેક્ટ (સેક્ટર-11): 5,500
* ધ ગેટ બાય દેવાશીષ અને ભાવના કન્સ્ટ્રકશન (સેક્ટર-28): 5,500

આ સિવાય, ટેક્સાસ રેપોસ અને અક્ષર ડેવલોપર (પેથાપુર) જેવી વધુ બે સાઇટને 6,500 નો દંડ થયો હતો, પરંતુ તેમણે સ્થળ પર દંડ ભરવાનો ઇનકાર કર્યો. તેમને 7 દિવસમાં દંડ ભરવા નોટિસ આપવામાં આવી છે. જો તેઓ આ નોટિસનો પાલન નહીં કરે, તો તેમની સાઇટ સીલ કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે.

ભવિષ્યમાં વધુ કડક કાર્યવાહીની ચેતવણી
મનપાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ભવિષ્યમાં કોઈ પણ સાઇટ પર મચ્છરના બ્રીડિંગ જોવા મળશે તો દંડની સાથે-સાથે સાઇટ સીલ કરવામાં આવશે અને ડેવલપમેન્ટ પરવાનગી પણ રદ કરવામાં આવશે.

* મનપાએ માત્ર બાંધકામ સાઇટ પર જ નહીં, પરંતુ અન્ય વિસ્તારોમાં પણ કાર્યવાહી કરી છે.
* પોરાનાશક કામગીરી: વરસાદના વિરામ પછી જમા થયેલા ગંદા પાણીમાં બળેલા ઓઈલનો છંટકાવ કરીને પોરાનો નાશ કરવામાં આવ્યો છે.
* હાઉસ-ટુ-હાઉસ સર્વેલન્સ: મનપાએ હાઉસ-ટુ-હાઉસ સર્વેલન્સનો બીજો રાઉન્ડ પૂરો કર્યો છે, જેમાં ફીવર સર્વેલન્સ, સોર્સ રિડક્શન, અને ફોગિંગ જેવી કામગીરીઓ હાથ ધરવામાં આવી છે.
* રાત્રી સર્વે: સેક્ટર વિસ્તારોમાં ઝૂંપડામાં રહેતા મજૂરોનો રાત્રી સર્વે પણ ચાલુ રાખવામાં આવ્યો છે.

આ પગલાંઓનો મુખ્ય હેતુ ચોમાસા દરમિયાન ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગોનો ફેલાવો અટકાવવાનો છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!