ભારતની આઝાદીના 79 વર્ષની ભવ્ય ઉજવણી, ‘હર ઘર તિરંગા’ અભિયાનનું ભવ્ય આયોજન

રાજ્યના દરેક જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા અને ગ્રામ પંચાયતમાં પણ તિરંગા યાત્રા અને સ્વચ્છતા અભિયાનનું આયોજન થશે. મંત્રી સંઘવીએ જણાવ્યું કે આ કાર્યક્રમમાં લાખો લોકો સ્વયંભૂ જોડાશે, અને શહેરોને ચોખ્ખા રાખવા માટે સફાઈ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવશે. આ સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે 12 થી 15 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં ‘સ્વચ્છતા સંવાદ’ કાર્યક્રમો યોજાશે.

ગાંધીનગર, ગુરુવાર
ભારત સરકાર દ્વારા આયોજિત ‘હર ઘર તિરંગા’ અભિયાનનો ઉત્સાહ ગુજરાતમાં પણ ચરમસીમાએ પહોંચ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ, 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન આ અભિયાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રમતગમત અને યુવક સેવા રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે આ વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણીને સ્વચ્છતા સાથે જોડવામાં આવી છે, જેની થીમ છે ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ’.

મુખ્ય શહેરોમાં ‘તિરંગા યાત્રા’ અને ‘સ્વચ્છતા અભિયાન’
આ અભિયાન હેઠળ, ગુજરાતના 4 મુખ્ય શહેરોમાં મેગા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ: 9 ઓગસ્ટ
સુરત: 10 ઓગસ્ટ
વડોદરા: 11 ઓગસ્ટ
અમદાવાદ: 12 ઓગસ્ટ

આ સિવાય રાજ્યના દરેક જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા અને ગ્રામ પંચાયતમાં પણ તિરંગા યાત્રા અને સ્વચ્છતા અભિયાનનું આયોજન થશે. મંત્રી સંઘવીએ જણાવ્યું કે આ કાર્યક્રમમાં લાખો લોકો સ્વયંભૂ જોડાશે, અને શહેરોને ચોખ્ખા રાખવા માટે સફાઈ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવશે. આ સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે 12 થી 15 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં ‘સ્વચ્છતા સંવાદ’ કાર્યક્રમો યોજાશે.

તિરંગા રાખડી અને શૈક્ષણિક કાર્યક્રમો
આઝાદીના આ પર્વમાં બાળકો પણ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ શાળાઓમાં દેશભક્તિની થીમ પર ફેન્સી ડ્રેસ, તિરંગા ચિત્ર અને રંગોળી સ્પર્ધાઓનું આયોજન થયું છે. વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. બાળકોને તિરંગાનું સન્માન અને તેનું મહત્વ સમજાવવામાં આવશે, અને આ ખાસ દિવસે બાળકો દ્વારા દેશના સૈનિકો અને પોલીસકર્મીઓ માટે તિરંગાવાળી રાખડી પણ બનાવવામાં આવશે.

સાંસ્કૃતિક કાર્યક્રમો અને મેગા પરેડ
રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદ જેવા મહાનગરોમાં લગભગ 2 કિલોમીટર લાંબી મેગા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આર્મી બેન્ડ, પોલીસ બેન્ડ અને સ્કૂલ બેન્ડ દ્વારા દેશભક્તિના સંગીતની ધૂન રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત, રાજ્યના વિવિધ સાંસ્કૃતિક ગ્રુપ્સ દ્વારા પણ નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને આઝાદીના આ પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!