આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ, મેયર, ડેપ્યુટી મેયર, ધારાસભ્યો, મ્યુનિસિપલ કમિશનર સહિતના અનેક મહાનુભાવો અને અધિકારીઓ હાજર રહ્યા હતા.

ગાંધીનગર, ગુરુવાર
સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે આ વર્ષે ગાંધીનગર જિલ્લામાં “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વચ્છતા સાથે સ્વતંત્રતાની ઉજવણી” થીમ પર ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર મેહુલ દવેની અધ્યક્ષતામાં આ ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જેમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે કલેકટરે અપીલ કરી છે.
ત્રણ તબક્કામાં થશે ઉજવણી
કલેકટર મેહુલ દવેએ આ કાર્યક્રમની સફળતા માટે વેપારી સંગઠનો, જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ સાથે બેઠકો યોજી હતી. આ ઉજવણી કુલ 3 ફેઝમાં 2-8-2025 થી 15-8-2025 સુધી ચાલશે.
12-8-2025: સ્વચ્છતા અભિયાન હેઠળ તમામ સરકારી ઇમારતોની સાફસફાઈ કરવામાં આવશે.
13-8-2025: જિલ્લા અને તાલુકા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન થશે.
જાહેર સ્થળો પર દેશભક્તિનો માહોલ
કલેકટરએ જાહેર સ્થળો, જ્યાં લોકોની અવરજવર વધુ રહે છે, ત્યાં દેશભક્તિનો માહોલ ઊભો કરવા પર ભાર મૂક્યો છે. જેમાં સેકટર 21નું શાક માર્કેટ, વિવિધ મોલ્સ, કિરાણા સ્ટોર્સ, અને ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનો સમાવેશ થાય છે. તેમણે દરેક જગ્યાએ તિરંગાથી સુશોભન અને સ્વચ્છતા જાળવવા સૂચના આપી છે.
લોકોને આ કાર્યક્રમ સાથે જોડવા માટે ‘Selfie with Tiranga’ માટે ખાસ બૂથ ઊભા કરવાની પણ યોજના છે. આ ઉપરાંત, તમામ સખી મંડળો અને ગ્રામ પંચાયતોને પણ તિરંગા યાત્રા અને આ કાર્યક્રમોમાં સક્રિય રીતે ભાગ લેવા માટે કહેવામાં આવ્યું છે.











