દહેગામમાં રખડતા પશુઓનો આતંક, અનેક રજૂઆતો છતાં તંત્રના આંખ આડા કાન

દહેગામમાં રખડતા પશુઓનો ત્રાસ વધ્યો, જેમાં એક મહિલા સહિત અનેક લોકો ઇજાગ્રસ્ત થયા. સ્થાનિકો પાલિકાતંત્ર પાસે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની અપેક્ષા રાખી રહ્યા છે. જાણો આ ગંભીર મુદ્દા વિશે વધુ.

દહેગામ, મંગળવાર
દહેગામ શહેર હાલમાં રખડતા પશુઓના આતંકથી પરેશાન છે. આ સમસ્યાને કારણે સામાન્ય નાગરિકોની સુરક્ષા પર ગંભીર જોખમ ઊભું થયું છે. છેલ્લા કેટલાક દિવસોમાં, આ ઢોરના હુમલામાં 1 મહિલા સહિત 4થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. આ ઘટનાઓ બાદ લોકોમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે શું પાલિકાતંત્ર આ મામલે કોઈ નક્કર પગલાં ભરશે કે કેમ.

તાજેતરમાં, દહેગામ જીઈબી કચેરી નજીક વડ પાસે એક આશ્ચર્યજનક ઘટના બની. એક વિફરેલી ગાયે એક મહિલાને તેમની એક્ટિવા પરથી પાડી દીધી હતી. આ હુમલામાં તે મહિલાને બંને પગે ફ્રેક્ચર થયું છે, જેના કારણે તેમને હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું અને ઓપરેશન કરાવવાની પણ ફરજ પડી. આ પહેલા, દહેગામના વાત્સલ્ય બંગ્લોઝમાં રહેતા આશાબેન શાહ અને તેમના પતિ પણ આ જ પ્રકારના હુમલાનો ભોગ બન્યા હતા. આ સિવાય અન્ય 3 લોકો પણ આવા હુમલામાં ઘાયલ થયા છે.

આ સતત વધી રહેલી ઘટનાઓએ દહેગામના નાગરિકોમાં ગુસ્સો અને ચિંતા જગાવી છે. રખડતા પશુઓ, ખાસ કરીને માતેલા સાંઢનો ભય એટલો વધી ગયો છે કે લોકો ઘરની બહાર નીકળતા પણ ડરે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે લોકોની અપેક્ષા હવે દહેગામ પાલિકાતંત્ર પર ટકેલી છે. શું પાલિકા રખડતા પશુઓ પર કંટ્રોલ લાવવા માટે કોઈ માસ્ટર પ્લાન તૈયાર કરશે? કે પછી નાગરિકોએ આ ભયના ઓથાર હેઠળ જીવવું પડશે?

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!