12 વર્ષની દીકરીને સત્તા સોંપશે કિમ જોંગ ઉન? જાણો કોણ છે આ રહસ્યમય ઉત્તરાધિકારી

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન કોને બનાવશે પોતાના ઉત્તરાધિકારી? શું તેમની 12 વર્ષની પુત્રી કિમ જુ એ સંભાળશે દેશની કમાન? જાણો આ અંગે ચાલી રહેલી તૈયારીઓ અને પૂરી ડિટેલ્સ.

ઉત્તર કોરિયા, શુક્રવાર
Kim Jong Un Successor: ઉત્તર કોરિયાનું નામ આવતા જ દુનિયાભરના લોકોના મનમાં એક જ સવાલ આવે છે કે તાનાશાહ કિમ જોંગ ઉનનો ઉત્તરાધિકારી કોણ બનશે. પહેલા એવી ચર્ચાઓ હતી કે કિમ પોતાની બહેનને સત્તા સોંપી શકે છે, પરંતુ હવે એક નવા ડેવલપમેન્ટે સૌનું ધ્યાન ખેંચ્યું છે. ન્યૂ યોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ, કિમ જોંગ ઉન પોતાની 12 વર્ષની દીકરી કિમ જુ એને દેશની આગામી લીડર બનાવવા માટે તૈયાર કરી રહ્યા છે.

કોણ છે કિમ જુ એ?
કિમ જુ એની સાચી ઉંમર વિશે કોઈ પાક્કી માહિતી નથી, પરંતુ સાઉથ કોરિયાની ઈન્ટેલિજન્સ એજન્સીઓ માને છે કે તેની ઉંમર લગભગ 12 વર્ષ છે. તે પહેલીવાર નવેમ્બર 2022માં પલ્બીકમાં જોવા મળી હતી, જ્યારે તેના પિતા કિમ જોંગ ઉને એક મિસાઈલ લોન્ચિંગ ઇવેન્ટમાં તેનો હાથ પકડ્યો હતો. ત્યારથી, તે લગભગ દરેક મોટા મિલિટરી અને ઓફિશિયલ કાર્યક્રમોમાં તેના પિતા સાથે જોવા મળે છે.

ઉત્તર કોરિયાનું સરકારી મીડિયા ક્યારેય તેનું નામ લેતું નથી, પરંતુ તેને સૌથી પ્રિય અથવા આદરણીય પુત્રી તરીકે ઓળખાવે છે. જોકે તે કોઈ ઓફિશિયલ પોસ્ટ પર નથી, છતાં એક્સપર્ટ્સ માને છે કે તેને ચોથી પેઢીના શાસક તરીકે તૈયાર કરવામાં આવી રહી છે.

સત્તા સોંપવાની તૈયારીઓ કયા લેવલ પર?
કિમ જુ એ ભલે નાની હોય, પરંતુ તે મોટા મિલિટરી જનરલ્સ અને ઓફિસર્સ સાથે સ્ટેજ શેર કરવામાં ખૂબ જ કોન્ફિડન્ટ દેખાય છે. તે મિસાઈલોની નજીક ઊભી રહીને ફોટો પડાવે છે અને હાઈ-પ્રોફાઈલ મિટિંગ્સમાં પણ હાજર રહે છે. 2023ની એક મિલિટરી પરેડમાં તો એક ટોચના જનરલ તેની સામે ઘૂંટણિયે બેઠેલા જોવા મળ્યા હતા, જે સન્માન સામાન્ય રીતે માત્ર કિમ જોંગ ઉનને જ આપવામાં આવે છે. આ ઘટનાને એક મોટા સંકેત તરીકે જોવામાં આવી રહી છે.

કિમ જોંગ ઉનને કેમ છે ઉતાવળ?
એક્સપર્ટ્સનું માનવું છે કે કિમ જોંગ ઉનની હેલ્થ આ પાછળનું એક મોટું કારણ હોઈ શકે છે. 41 વર્ષના કિમ હૃદયની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. તેમનું વજન લગભગ 130 કિલોગ્રામ છે. તેમની અનહેલ્ધી લાઈફસ્ટાઈલ, જેમાં વધુ પડતું સ્મોકિંગ, ડ્રિંકિંગ અને મોડી રાત સુધી કામ કરવાનો સમાવેશ થાય છે, તે તેમના સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય છે. આથી, તેઓ પોતાના શાસનકાળમાં જ ઉત્તરાધિકારીને તૈયાર કરવા માગે છે. જો કિમ જુ એ સત્તા સંભાળશે, તો તે ઉત્તર કોરિયાની પહેલી મહિલા શાસક બનશે અને કિમ પરિવારની ચોથી પેઢી હશે જે દેશ પર રાજ કરશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!