શ્રાવણ મહિનામાં ફૂડ-ડ્રગ વિભાગનો સપાટો, 1.5 ટનથી વધુ ભેળસેળવાળો જથ્થો નાશ કરાયો

શ્રાવણ મહિના દરમિયાન ગુજરાત ફૂડ-ડ્રગ વિભાગે 800થી વધુ સેમ્પલ લઈ 1.5 ટન ભેળસેળવાળો ખાદ્ય જથ્થો નાશ કર્યો. જાણો કેવી રીતે ભેળસેળિયા વેપારીઓ કાયદાનો લાભ ઉઠાવે છે અને લોકોમાં જાગૃતિ વધતા શું બદલાવ આવ્યો છે.

ગાંધીનગર, શુક્રવાર
ગુજરાતમાં શ્રાવણ મહિના દરમિયાન ફૂડ અને ડ્રગ વિભાગે ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ સામે એક મોટી ડ્રાઈવ હાથ ધરી હતી. આ ડ્રાઈવ દરમિયાન, વિભાગની ટીમે રાજ્યભરમાંથી 800થી વધુ નમૂનાઓ એકત્રિત કર્યા હતા. આ તમામ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું અને 1.5 ટનથી વધુ ભેળસેળવાળો ખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો છે.

ફૂડ અને ડ્રગ કમિશનર H.G. કોશિયાએ જણાવ્યું કે, જ્યારે કોઈ વસ્તુની ડિમાન્ડ વધે છે, ત્યારે નફો કમાવવા માટે વેપારીઓ તેમાં ભેળસેળ કરતા હોય છે. તેમણે એક ચોંકાવનારું ઉદાહરણ આપતા કહ્યું કે, એક વેપારી બનાસકાંઠામાં ઘીમાં ભેળસેળ કરતા પકડાયો અને દંડ થયો. પછી તેણે પાટણમાં ધંધો શરૂ કર્યો અને ત્યાં પકડાયા બાદ તે દક્ષિણ ગુજરાતમાં ધંધો કરવા પહોંચી ગયો. આ રીતે, કેટલાક વેપારીઓ કાયદાની છટકબારીનો લાભ ઉઠાવીને પોતાનો ગેરકાયદેસર ધંધો ચાલુ રાખે છે.

જોકે, આ પરિસ્થિતિને અટકાવવા માટે રાજ્ય સરકાર ફૂડ સેફ્ટી એક્ટમાં સુધારો કરવાની તૈયારી કરી રહી છે. આ સુધારા માટે લોકોના સૂચનો પણ લેવામાં આવશે, જેના આધારે અંતિમ નિર્ણય લેવાશે.

H.G. કોશિયાએ એ પણ ઉમેર્યું કે, હવે લોકોમાં ફૂડને લઈને જાગૃતિ વધી છે. તેઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન થયા છે, જેના કારણે પહેલા કરતા ભેળસેળ ઓછી થઈ છે. શ્રાવણ મહિનામાં ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે અને તે દરમિયાન ફરારી ભોજન જેમ કે સાબુદાણાની ખીચડી, મોરૈયો અને બફવડાનું વેચાણ પણ ખૂબ વધે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!