કાલુપુર સ્વામિનારાયણ મંદિર વિવાદ: ભાવી આચાર્યના પત્ની સામે કરોડોની ઠગાઈની ફરિયાદ

અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવી આચાર્ય વજેન્દ્રપ્રસાદ પાંડેએ પોતાની પત્ની અવંતિકા શુક્લા અને સાસરિયાંઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જાણો આ હાઈ-પ્રોફાઈલ કેસની તમામ ડિટેલ્સ

અમદાવાદ, રવિવાર
અમદાવાદનું પ્રસિદ્ધ કાલુપુર સ્વામિનારાયણ મંદિર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. આ વખતે વિવાદના કેન્દ્રમાં છે સંપ્રદાયના ભાવી આચાર્ય વજેન્દ્રપ્રસાદ પાંડે. તેમણે પોતાની પત્ની અવંતિકા શુક્લા અને તેના પરિવારના સભ્યો સામે પોલીસમાં ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. પાંડેનો દાવો છે કે તેમની પત્નીએ લગ્ન બાદ ષડયંત્ર રચીને રૂ. 100 કરોડ પડાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘાટલોડિયા પોલીસે આ કેસમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

શું છે સમગ્ર મામલો?
વજેન્દ્રપ્રસાદ પાંડેએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની પત્ની અવંતિકા શુક્લા, સાસરા અજયશંકર શુક્લા, સાસુ વૈશાલી શુક્લા, સાળો ગોકુલ શુક્લા, અને લગ્ન કરાવનાર મધ્યસ્થીઓ શશિકાંત તિવારી તેમજ ગોપાલ પાંડે સામે છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવાયું છે કે અવંતિકા “સંપૂર્ણ સ્ત્રી” ન હોવા છતાં, આ વાત છુપાવીને ઠગાઈપૂર્વક લગ્ન કરાવવામાં આવ્યા હતા.

વજેન્દ્રપ્રસાદનો આરોપ છે કે હનીમૂન દરમિયાન અવંતિકાએ તેમને કોઈ કેફી પદાર્થ ભેળવેલું પીણું પીવડાવી બેભાન કરી દીધા હતા. બાદમાં તેમનો અન્ય કોઈ સ્ત્રી સાથે અશ્લીલ વીડિયો ઉતારીને તેમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ અવંતિકાએ પોતે પુરુષોમાં નહીં, પરંતુ સ્ત્રીઓમાં રસ ધરાવતી હોવાનું જણાવ્યું હતું.

100 કરોડની ખંડણી અને ધમકી
આક્ષેપ મુજબ અવંતિકા અને તેના પરિવારે વજેન્દ્રપ્રસાદને ધમકી આપી હતી કે જો રૂ. 100 કરોડ નહીં આપવામાં આવે તો તેમના વીડિયો અને અન્ય માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરીને સંપ્રદાયની અને પરિવારની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવામાં આવશે. આ ષડયંત્રમાં અવંતિકાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી અન્ય સ્ત્રીઓ સાથેના મેસેજ પણ મળી આવ્યા છે. જ્યારે વજેન્દ્રપ્રસાદે આ અંગે અવંતિકાના પિતાને વાત કરી, ત્યારે તેમણે પણ તેમને અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અત્યાર સુધીમાં આરોપીઓએ અલગ-અલગ સમયે વજેન્દ્રપ્રસાદ પાસેથી રૂ. 11 લાખ પડાવી લીધા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.

પત્ની અવંતિકાના પણ પ્રતિ-આક્ષેપો
આ સમગ્ર મામલે એક નવો વળાંક ત્યારે આવ્યો, જ્યારે વજેન્દ્રપ્રસાદના આરોપો સામે પત્ની અવંતિકાના પણ કેટલાક પત્રો અને મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ પત્રોમાં અવંતિકાએ તેના પતિ અને સાસરિયાં પર બળજબરીથી દવાઓ આપવા અને પશુની જેમ શારીરિક સંબંધ બાંધવાના ગંભીર આરોપો મૂક્યા છે. જોકે, આ વાયરલ મેસેજીસની સત્યતાની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પોલીસ હાલમાં બંને પક્ષના આરોપો અને પુરાવાઓની તપાસ કરી રહી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!