જન્માષ્ટમી લોકમેળો રાજકોટ: અત્યાર સુધી 8.6 લાખ મુલાકાતીઓ સાથે સૌરાષ્ટ્રનો ભવ્ય ઉત્સવ ઉજવાયો

સૌરાષ્ટ્રના સાતમ-આઠમના પર્વનું મુખ્ય આકર્ષણ એટલે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાતો જન્માષ્ટમી લોકમેળો. આજે, 17 ઓગસ્ટે આ મેળાનો ચોથો દિવસ હતો

રાજકોટ,રવિવાર:  સૌરાષ્ટ્રના સાતમ-આઠમના પર્વનું મુખ્ય આકર્ષણ એટલે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાતો જન્માષ્ટમી લોકમેળો. આજે, 17 ઓગસ્ટે આ મેળાનો ચોથો દિવસ હતો, જેમાં લોકોનો અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો. 16 ઓગસ્ટ, જન્માષ્ટમીના પવિત્ર દિવસે સવારથી જ મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ડ્રોન દ્વારા લેવાયેલા અવકાશી દૃશ્યોમાં રેસકોર્સ મેદાન કીડિયારા જેવું ઉભરાયું હોય તેવો ભવ્ય નજારો જોવા મળ્યો.

આ લોકમેળો સૌરાષ્ટ્રની સંસ્કૃતિનું જીવંત પ્રતિક છે. પ્રથમ દિવસે 2.6 લાખ, બીજા દિવસે 3 લાખ અને ત્રીજા દિવસે 3 લાખથી વધુ મુલાકાતીઓએ મેળાની મુલાકાત લીધી હતી. આમ, અત્યાર સુધીમાં કુલ 8.6 લાખથી વધુ લોકોએ આ મેળાની મજા માણી છે. આ આંકડા દર્શાવે છે કે રાજકોટનો જન્માષ્ટમી લોકમેળો માત્ર રાજકોટ પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર માટે એક મહત્વનો સાંસ્કૃતિક ઉત્સવ છે.સૌરાષ્ટ્રની સંસ્કૃતિનું પ્રતિબિંબઆ મેળો ‘મળવાનું, માણવાનું અને જીવનભર જોડાઈ રહેવાનું સ્થળ’ તરીકે ઓળખાય છે. અહીં ધનવાન-ગરીબનો ભેદભાવ ભૂલી, સૌ એકબીજા સાથે ‘હૈયે હૈયું દળાઈ’ આનંદની ઉજવણી કરે છે. પાંચ દિવસ ચાલતા આ મેળામાં સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ, લોકકલા, ખાણીપીણી અને ખરીદીનો અનોખો સમન્વય જોવા મળે છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!