મેઘરાજાએ રાજ્યના અનેક વિસ્તારોમાં પોતાની પધરામણી કરી હતી. આ વરસાદે એક તરફ લોકમેળા અને તહેવારની તૈયારીઓમાં વિઘ્ન ઊભું કર્યું,

ગાંધીનગર,રવિવાર: મેઘરાજાએ રાજ્યના અનેક વિસ્તારોમાં પોતાની પધરામણી કરી હતી. આ વરસાદે એક તરફ લોકમેળા અને તહેવારની તૈયારીઓમાં વિઘ્ન ઊભું કર્યું, તો બીજી તરફ સુકાઈ રહેલા પાક માટે જીવનદાન બનીને આવ્યો. ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 168 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ વરસાદ રાજકોટના ધોરાજીમાં 2.95 ઇંચ નોંધાયો.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની વિગતો અનુસાર, સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 168 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. રાજકોટના ધોરાજીમાં 2.95 ઇંચ વરસાદ સાથે સૌથી વધુ મેઘમહેર જોવા મળી, જ્યારે જૂનાગઢના માળિયા હાટીનામાં 2.64 ઇંચ વરસાદ નોંધાયો. અન્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ થયો, જેમાં કામરેજમાં 1.89 ઇંચ, જૂનાગઢ શહેર અને તાલુકામાં 1.77 ઇંચ, ધાનેરા અને સુબીરમાં 1.73 ઇંચ, તાલાલામાં 1.54 ઇંચ, વ્યારામાં 1.5 ઇંચ, પારડીમાં 1.3 ઇંચ, તેમજ સિદ્ધપુર અને મુળીમાં 1.1 ઇંચ વરસાદ નોંધાયો.
સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેર
સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ જોરદાર મહેર વરસાવી. રાજકોટના ધોરાજીમાં સતત બીજા દિવસે કડાકાભડાકા સાથે વરસાદ ખાબક્યો, જેનાથી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી. આ વરસાદે ખેતરોમાં નવું જીવન ફૂંક્યું, પરંતુ જન્માષ્ટમીની ઉજવણી માટેના આયોજનો પર અસર પડી.આ વરસાદથી ખેડૂતોને રાહત મળી છે, પરંતુ તહેવારની રોનકમાં વરસાદે થોડી અડચણો પણ ઉભી કરી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ હળવા વરસાદની આગાહી કરી છે.