ભારત-અમેરિકા સંબંધો: ટ્રમ્પ માટે નિકી હેલીની સ્પષ્ટ ચેતવણી, “આવી ભૂલ કરશો નહીં”

પૂર્વ યુએસ એમ્બેસેડર નિકી હેલીએ ટ્રમ્પ સરકારને ભારત સાથેના સંબંધો પર ગંભીર ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે ભારત સાથેના સંબંધોને બગાડવા એ એક મોટી વ્યૂહાત્મક ભૂલ સાબિત થશે, અને ચીન સામે લડવા માટે ભારતનો સહકાર ખૂબ જ મહત્વપૂર્ણ છે.

અમેરિકા, ગુરૂવાર
અમેરિકાના પૂર્વ રાજદૂત નિકી હેલીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ભારત સાથેના સંબંધો બગાડવા સામે સ્પષ્ટ ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે ભારત સાથે મિત્રને બદલે દુશ્મન જેવો વ્યવહાર કરવો એ એક “વ્યૂહાત્મક ભૂલ” હશે, અને તેનાથી બંને દેશોના સંબંધોને મોટું નુકસાન થઈ શકે છે.

તાજેતરમાં, અમેરિકાએ ભારતીય પ્રોડક્ટ્સ પર 50 ટકા જેટલી ટ્રેડ ડ્યુટી લગાવી છે, જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ વધ્યો છે. આ સ્થિતિને લઈને ટ્રમ્પની સરકાર પર તેમના જ દેશમાં દબાણ વધી રહ્યું છે. નિકી હેલીએ ન્યૂઝવીકમાં લખેલા એક લેખમાં આ મુદ્દા પર વિસ્તૃત વાત કરી છે. તેમણે ટ્રમ્પને સલાહ આપી છે કે તેઓ જલદીથી જલદી પીએમ મોદી સાથે સીધી વાતચીત કરે અને આ સમસ્યાનું નિરાકરણ લાવે.

ચીન સામે લડવા ભારતનું સહયોગ જરૂરી
નિકી હેલીએ તેમના લેખમાં જણાવ્યું છે કે ચીન સામે લડવા માટે ભારતનું સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત એક ડેમોક્રેટિક કન્ટ્રી છે, જે ચીનથી બિલકુલ અલગ છે. હેલીએ કહ્યું કે ભારતના મજબૂત થવાથી ચીનની ગ્લોબલ એમ્બિશન્સ પર અંકુશ આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે અમેરિકાએ ભારતને એક વેલ્યુએબલ પાર્ટનર તરીકે જોવું જોઈએ, ન કે દુશ્મન તરીકે.

તેમણે કહ્યું કે ભારત પાસે ચીન જેવી પ્રોડક્શન કેપેબિલિટી છે. ભારત સાથે પાર્ટનરશિપ કરવાથી અમેરિકા પોતાની સપ્લાય ચેઇનને ચીનથી દૂર લઈ જઈ શકે છે, જે ભવિષ્ય માટે અત્યંત જરૂરી છે.

રશિયન તેલ અને અન્ય મુદ્દાઓ
હેલીએ અમેરિકા અને ભારત વચ્ચેના ટ્રેડ ડિસ્પ્યુટને ઝડપથી ઉકેલવા પર પણ ભાર મૂક્યો. તેમણે કહ્યું કે આ ટ્રેડ વૉરને કાયમી ડિસ્પ્યુટમાં ફેરવવું એ એક મોટી ભૂલ હશે, જેનો ફાયદો ચીન ઉઠાવી શકે છે. તેમણે ભારતીય સરકારને સલાહ આપી છે કે રશિયન તેલના મુદ્દે ટ્રમ્પના નિવેદનોને ગંભીરતાથી લે અને વ્હાઇટ હાઉસ સાથે મળીને તેનું સમાધાન શોધે.

નિકી હેલીએ સ્પષ્ટ કર્યું કે ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતી ઇકોનોમી છે અને તે ટૂંક સમયમાં જાપાનને પાછળ છોડી દેશે. તેમણે કહ્યું કે છેલ્લા પચીસ વર્ષથી બંને દેશોના સંબંધોમાં જે પ્રગતિ થઈ છે, તેને અટકાવવી એ એક મોટી વ્યૂહાત્મક ભૂલ સાબિત થશે. ભારત અમેરિકાનું શક્તિશાળી સાથી છે અને આ સંબંધોને જાળવી રાખવા ખૂબ જ જરૂરી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!