અમદાવાદ જેવી જ ઘટના: ભાવનગરમાં સ્કૂલમાં વિદ્યાર્થીએ બતાવી છરી, પોલીસ દોડી

ભાવનગરની ફાતિમા કોન્વેન્ટ્સ સ્કૂલમાં ધોરણ 9ના 2 વિદ્યાર્થીઓએ અન્ય એક વિદ્યાર્થીને છરી બતાવી. અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે.

ભાવનગર, મંગળવાર
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી જ એક ચોંકાવનારી ઘટના ભાવનગરમાં બનતા રહી ગઈ છે. શહેરની જાણીતી ફાતિમા કોન્વેન્ટ્સ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં ધોરણ 9માં ભણતા 2 વિદ્યાર્થીઓએ એક બીજા વિદ્યાર્થીને છરી બતાવીને ડરાવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના સ્કૂલના કેમ્પસમાં, ખાસ કરીને રિસેસ દરમિયાન પાર્કિંગ એરિયામાં બની હતી..

આ બાબતની જાણ થતા જ જે વિદ્યાર્થીને ડરાવવામાં આવ્યો હતો તેના પિતાએ તાત્કાલિક ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા DYSP સહિત પોલીસનો આખો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ ઘટના બાદ શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકો પણ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા.

તંત્ર આવ્યું એક્શનમાં
સ્કૂલ મેનેજમેન્ટે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. તાત્કાલિક અસરથી, શાળાના પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. કાયદાકીય રીતે, આ વિદ્યાર્થીઓ હજુ કિશોર હોવાથી તેમને “કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર” તરીકે ગણવામાં આવશે. આ કાયદાકીય જોગવાઈ મુજબ, પોલીસે હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના ફરી એકવાર શાળાઓમાં બાળકોની સુરક્ષા અને આવા બનાવોને અટકાવવાની જરૂરિયાત પર ગંભીર સવાલો ઊભા કરે છે. આ કેસમાં પોલીસ અને શાળા તંત્ર બંને તરફથી પૂરી સાવધાની રાખવામાં આવી રહી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!