ટી એપ પર સાયબર એટેક: 72,000થી વધુ ફોટોઝ અને ડોક્યુમેન્ટ્સ થયા લીક, શું મહિલાઓની સેફ્ટી ખતરામાં છે?

તાજેતરમાં મહિલાઓમાં પોપ્યુલર બની રહેલી ટી એપ એક મોટા સાયબર એટેકનો શિકાર બની છે, જેમાં 72,000થી વધુ ફોટોઝ અને ડોક્યુમેન્ટ્સ લીક થયા છે. આ ડેટા લીકમાં લાખો મહિલાઓની પર્સનલ માહિતી અને પ્રાઈવસી જોખમમાં મુકાઈ છે. જાણો આખો મામલો.

અમેરિકા, મંગળવાર
અમેરિકામાં મહિલાઓ વચ્ચે લોકપ્રિયતા મેળવી રહેલી એક ડેટિંગ એપ, જેને ‘ટી એપ’ તરીકે ઓળખવામાં આવે છે, તે એક મોટા સાયબર એટેકનો ભોગ બની છે. આ ડેટા બ્રીચના કારણે લાખો મહિલાઓની ગોપનીયતા ખતરામાં મુકાઈ છે. કંપનીએ પોતે કન્ફર્મ કર્યું છે કે યુઝર્સના 72,000થી વધુ ફોટોઝ અને સરકારી ID જેવા ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન લીક થયા છે.

ટી એપ શું છે?
આ એપ 2023માં લોન્ચ થઈ હતી અને તેને મહિલાઓ માટે એક સુરક્ષિત નેટવર્ક તરીકે પ્રમોટ કરવામાં આવી હતી. અહીં મહિલાઓ ડેટિંગના એક્સપિરિયન્સ શેર કરી શકે છે, પુરુષો વિશે રેડ ફ્લેગ્સ કે ગ્રીન ફ્લેગ્સ આપી શકે છે, અને બેકગ્રાઉન્ડ ચેક પણ કરી શકે છે. ટી એપ પોતાને મહિલાઓ માટે સૌથી સુરક્ષિત પ્લેસ તરીકે ગણાવે છે અને તાજેતરમાં જ તે યુએસમાં સૌથી વધુ ડાઉનલોડ થયેલી ફ્રી એપ બની હતી.

ડેટા લીક કેવી રીતે થયો?
રિપોર્ટ્સ મુજબ, આ ડેટાબેઝ સૌપ્રથમ 4chan જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર જોવા મળ્યો. અહીંથી લીક થયેલા ફોટોઝ અને ડોક્યુમેન્ટ્સ ઝડપથી ટ્વિટર અને બીજી સાઈટ્સ પર ફેલાઈ ગયા.
આશરે 13,000 ફોટોઝ એવા હતા જે એપ પર વેરિફિકેશન પ્રોસેસ દરમિયાન સબમિટ કરવામાં આવ્યા હતા.
બાકીના 59,000 ફોટોઝ પોસ્ટ, ડાયરેક્ટ મેસેજ અને કોમેન્ટ્સ સાથે જોડાયેલા હતા.
એવું માનવામાં આવે છે કે આ લીક થયેલો ડેટા ફેબ્રુઆરી 2024 પહેલા રજિસ્ટર થયેલા યુઝર્સનો છે.

મહિલાઓની સુરક્ષા માટે ખતરો
ડેટા લીક થયા પછી કેટલાક અજાણ્યા યુઝર્સે આ ફોટોઝના લોકેશન મેટાડેટાનો ઉપયોગ કરીને મેપ્સ પણ બનાવ્યા. આ મેપ્સમાં મહિલાઓ જ્યાં રહેતી હતી તે વિસ્તારો દેખાડવામાં આવ્યા હતા. ભલે કોઈ નામ કે એડ્રેસ નહોતા, આનાથી ઘણી મહિલાઓની પ્રાઈવસી અને સેફ્ટી માટે ગંભીર ખતરો ઉભો થયો. બીબીસીના રિપોર્ટ મુજબ, ઘણી મહિલાઓ ડરી રહી છે કે તેમના જૂના કે નવા સ્ટોકર્સ આ ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરી શકે છે.

કંપનીએ શું કહ્યું?
ટી એપ દ્વારા એક સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ તેમના પ્લેટફોર્મની સિક્યોરિટી સ્ટ્રોંગ બનાવી રહ્યા છે અને થર્ડ-પાર્ટી સાયબર સિક્યોરિટી એક્સપર્ટ્સની હેલ્પ લઈ રહ્યા છે. જે યુઝર્સને અસર થઈ છે તેમને નોટિફાય કરવામાં આવશે અને તેમને આઈડેન્ટિટી થેફ્ટ પ્રોટેક્શન અને ક્રેડિટ મોનિટરિંગ સર્વિસ પણ ઓફર કરવામાં આવશે. કંપનીનો ક્લેમ છે કે ફક્ત 2 વર્ષ જૂનો ડેટા લીક થયો છે, જે અગાઉ સાયબર બુલિંગ રોકવા માટે લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓના કહેવા પર સ્ટોર કરવામાં આવ્યો હતો.

એપ પર એટેક કેમ વધ્યો?
સાયબર એક્સપર્ટ્સનું કહેવું છે કે જેમ જેમ આ એપ પોપ્યુલર થઈ, તેમ તેમ કેટલાક ઓનલાઈન ગ્રુપ્સ અને પુરુષોમાં રોષ પણ વધ્યો. 4chan જેવા પ્લેટફોર્મ પર આ એપ વિરુદ્ધ ખુલ્લેઆમ હેકિંગ અને લીક કેમ્પેઈન્સની ચર્ચા થઈ રહી હતી. માનવામાં આવે છે કે આ એટેક તેનું જ પરિણામ છે. આ ઘટનાએ ફરી એકવાર ડિજિટલ સ્પેસમાં પર્સનલ ડેટાની સેફ્ટી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!