ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો, US કોર્ટે ટેરિફને ગેરકાયદેસર ઠેરવ્યો – જાણો કેમ?

US ફેડરલ અપીલ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યા. આ નિર્ણયની ટ્રમ્પ પર શું અસર થશે અને તેમણે આ અંગે શું પ્રતિક્રિયા આપી, તે જાણો અહીં.

અમેરિકા, શનિવાર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને યુએસ કોર્ટ તરફથી એક મોટો ફટકો પડ્યો છે. યુએસ ફેડરલ અપીલ કોર્ટે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા લાદવામાં આવેલા મોટા ભાગના ટેરિફ્સને ગેરકાયદેસર જાહેર કર્યા છે. કોર્ટના આ નિર્ણયથી ટ્રમ્પના ટ્રેડ પોલિસીઝ પર સવાલો ઊભા થયા છે.

કોર્ટે શુક્રવારે આપેલા ચુકાદામાં સ્પષ્ટ કહ્યું કે ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલી આર્થિક કટોકટી અને તે હેઠળ લાદવામાં આવેલા વૈશ્વિક ટેરિફ, 1977ના કાયદા અને યુએસ બંધારણનું ઉલ્લંઘન કરે છે. કોર્ટે આ માટે ફેડરલ કોર્ટ ઓફ ઈન્ટરનેશનલ ટ્રેડના નિર્ણયને માન્ય રાખ્યો છે.

કોર્ટનો સ્પષ્ટ નિર્ણય
કોર્ટે જણાવ્યું કે રાષ્ટ્રપતિ પાસે સ્ટીલ અને એલ્યુમિનિયમ જેવી વસ્તુઓની આયાત પર નાના, પ્રાદેશિક ટેરિફ લાદવાનો કાયદેસર અધિકાર છે, પરંતુ તેમણે આયાત પર વૈશ્વિક ટેરિફ જાહેર કરીને પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો. આ નિર્ણય પછી માનવામાં આવે છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર યુએસ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે.

ટ્રમ્પની પ્રતિક્રિયા
કોર્ટના આ નિર્ણય પછી ડોનાલ્ડ ટ્રમ્પે એક સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે. તેમણે કહ્યું કે લાદવામાં આવેલા તમામ ટેરિફ યથાવત રહેશે. ટ્રમ્પે કોર્ટના નિર્ણયને “પક્ષપાતી અને ખોટો” ગણાવ્યો. તેમણે કહ્યું, “ખૂબ જ પક્ષપાતી રીતે કોર્ટે કહ્યું છે કે અમારા ટેરિફ દૂર કરવા જોઈએ, પરંતુ તેઓ જાણે છે કે અંતે યુનાઇટેડ સ્ટેટ્સ જીતશે.”

ટ્રમ્પે ભારક કહ્યું કે ટેરિફ દૂર કરવાનો નિર્ણય દેશ માટે વિનાશકારી સાબિત થશે અને તે દેશને આર્થિક રીતે નબળો પાડશે.

કોંગ્રેસની સત્તા પર વાત
જજીસે કહ્યું કે ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલા અભૂત ટેરિફ તેમની સત્તાનું ઉલ્લંઘન છે, કારણ કે ટેરિફ સહિત કર લાદવાની મુખ્ય સત્તા કોંગ્રેસ પાસે છે. ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ રાષ્ટ્રપતિને આટલા મોટા પાયે ટેરિફ લાદવાનો અધિકાર આપતો નથી. આ નિર્ણયથી ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ ટ્રેડ પોલિસી પર પ્રશ્નો ઊભા થયા છે, અને આવનારા સમયમાં આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પણ ચર્ચાનો વિષય બની શકે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!