ઈરાને જીવંત માનવ ન્યુરોન્સથી બાયોલોજિકલ ઇન્ટેલિજન્સ (BI) વિકસાવ્યું છે. આ નવું આર્ટિફિશિયલ મગજ AI અને સુપરકમ્પ્યુટર કરતા કરોડો ગણું ઝડપી છે. અમેરિકા ચિંતામાં.

ઈરાન, રવિવાર
હાલમાં મિડલ ઈસ્ટમાં ભારે તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ ચાલી રહી છે. આ બધાની વચ્ચે ઈરાનના વૈજ્ઞાનિકોએ એક એવી શોધ કરી છે, જેણે આખી દુનિયા અને ખાસ કરીને પશ્ચિમી દેશો (અમેરિકા) ની ઊંઘ હરામ કરી દીધી છે. લેટેસ્ટ રિપોર્ટ્સ મુજબ, ઈરાને પરમાણુ હથિયાર કરતા પણ વધુ ખતરનાક સાબિત થઈ શકે તેવી ટેકનોલોજી વિકસાવી છે. ઈરાને લેબમાં જીવંત માનવ ન્યુરોન્સ (Live Human Neurons) નો ઉપયોગ કરીને એક નાનકડું આર્ટિફિશિયલ મગજ તૈયાર કર્યું છે.
શું છે આ બાયોલોજિકલ ઇન્ટેલિજન્સ (BI)?
વિજ્ઞાનની ભાષામાં આ નવી ટેકનોલોજીને બાયોલોજિકલ ઇન્ટેલિજન્સ (BI) અથવા ઓર્ગેનોઇડ ઇન્ટેલિજન્સ કહેવામાં આવે છે. ઈરાનની બ્રેન રિસર્ચ એન્ડ ટેકનોલોજી ટીમે આ સિદ્ધિ મેળવી છે. આ કોઈ સામાન્ય કમ્પ્યુટર પ્રોગ્રામ કે સોફ્ટવેર નથી, પરંતુ આ એક જીવંત નેટવર્ક છે. સાદી ભાષામાં કહીએ તો, આ મગજ માણસની જેમ જાતે જ વિચારી શકે છે અને નિર્ણયો પણ લઈ શકે છે.
ઈરાનની બ્રેન રિસર્ચ ટીમના વડા અતાઉલ્લાહ પોર-અબ્બાસીના જણાવ્યા પ્રમાણે, ઈરાને શરીરની બહાર નસોના જીવંત કોષોને વિકસિત કરવાની ટેકનોલોજી ઘરઆંગણે જ હાંસલ કરી લીધી છે. લેબમાં આ જીવંત કોષો બિલકુલ અસલી માનવ મગજની જેમ જ એકબીજા સાથે સંપર્ક કરીને પોતાનું નેટવર્ક બનાવી રહ્યા છે.
અમેરિકા અને પશ્ચિમી દેશો કેમ ટેન્શનમાં છે?
આ બાયોલોજિકલ પ્રોસેસરની ક્ષમતાઓ એટલી જબરદસ્ત છે કે તેણે ભલભલા વિકસિત દેશોના વૈજ્ઞાનિકોને પરસેવો પાડી દીધો છે. તેના બે સૌથી મોટા ફાયદા નીચે મુજબ છે:
કરોડો ગણી સુપરફાસ્ટ સ્પીડ: આજના સમયના સૌથી પાવરફુલ અને આધુનિક સુપરકમ્પ્યુટર પણ આ જીવંત કોષોથી બનેલા પ્રોસેસરની સામે પાણી ભરે છે. આ BI ની કામ કરવાની ઝડપ સુપરકમ્પ્યુટર કરતા પણ કરોડો ગણી વધારે છે.
10 લાખ ગણી ઓછી વીજળીનો વપરાશ: અત્યારે મોટા ડેટા સેન્ટરો અને સામાન્ય કમ્પ્યુટર ચિપ્સ ચલાવવા માટે પુષ્કળ વીજળીની જરૂર પડે છે. પરંતુ આ ઈરાની જીવંત મગજ સામાન્ય સિલિકોન ચિપની સરખામણીમાં 10 લાખ ગણી ઓછી વીજળી વાપરે છે. તે માત્ર મુઠ્ઠીભર કેલરીના આધારે જ કામ કરી શકે છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ઈરાનના BI વચ્ચે શું તફાવત છે?
અત્યારે આખી દુનિયામાં AI ની ચર્ચા છે, પરંતુ AI વાસ્તવમાં એક નિર્જીવ સોફ્ટવેર પ્રોગ્રામ છે. તેને કમ્પ્યુટર ચિપ્સ, કોડિંગ અને અબજો ડેટા ફીડ કર્યા પછી જ તે માણસની નકલ કરતા શીખે છે. બીજી બાજુ, ઈરાનનું BI (બાયોલોજિકલ ઇન્ટેલિજન્સ) સીધું જ જીવતા માનવ ન્યુરોન્સમાંથી બનેલું છે. આ ટેકનોલોજીમાં કોઈ જ માનવીય કોડિંગની જરૂર પડતી નથી. તે બિલકુલ એક નાના બાળકની જેમ પોતાના અનુભવો અને આસપાસના વાતાવરણમાંથી જાતે જ નવી વસ્તુઓ શીખી લે છે. એટલું જ નહીં, તે એકસાથે અનેક નિર્ણયો લેવાની ક્ષમતા પણ ધરાવે છે. ઈરાનની એક નોલેજ-બેઝ્ડ કંપનીએ આ જીવંત મગજનું પ્રારંભિક મોડલ સફળતાપૂર્વક તૈયાર કરી લીધું છે.
વરદાન કે મહાવિનાશની શરૂઆત?
વૈજ્ઞાનિકો માને છે કે જો આ ઓર્ગેનોઇડ ઇન્ટેલિજન્સ નો સાચો ઉપયોગ થાય તો તે મેડિકલ સાયન્સમાં મોટી ક્રાંતિ લાવી શકે છે. પરંતુ, સૌથી મોટો ડર એ છે કે જો આ ટેકનોલોજી ખોટા હાથોમાં અથવા આતંકીઓના હાથમાં જતી રહે, તો તે વિનાશ નોતરી શકે છે. આ ટેકનોલોજીની મદદથી એવા ડિજિટલ કે રોબોટિક સૈનિકો બનાવી શકાય છે, જેમનામાં માણસના મગજ જેવી ચતુરાઈ હોય અને મશીન જેવી ક્રૂરતા હોય. આજ કારણ છે કે દુનિયાના શક્તિશાળી દેશો ઈરાનના આ નવા હથિયાર થી એલર્ટ થઈ ગયા છે.











