કલોલ પૂર્વના નાગરિકોને આશા છે કે તેમની રજૂઆતોને ધ્યાનમાં લેવામાં આવશે અને તેમને પાયાની સુવિધાઓ મળશે.

કલોલ, શનિવાર
કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં વસતા નાગરિકોને છેલ્લા ઘણા સમયથી પાયાની સુવિધાઓના અભાવનો સામનો કરવો પડી રહ્યો છે. તૂટેલા રસ્તાઓ, ગટર અને પાણીની સમસ્યાઓ ઉપરાંત, અંડરબ્રિજ, આરોગ્ય સેવાઓ, રખડતા ઢોર અને ટ્રાફિક જેવી અનેક મુશ્કેલીઓથી ત્રસ્ત નાગરિકોએ આજે રેલવે પૂર્વ વિકાસ ઝુંબેશ જૂથના નેતૃત્વ હેઠળ નગરપાલિકામાં આવેદનપત્ર સુપરત કર્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી, નાગરિકોએ તત્કાળ સમસ્યાઓના નિરાકરણની માંગ કરી હતી.
પૂર્વ વિસ્તારની મુખ્ય સમસ્યાઓ અને નાગરિકોની માંગણીઓ
ખરાબ રસ્તાઓમાં પૂર્વ વિસ્તારના રોડ-રસ્તાઓ અત્યંત જર્જરિત હાલતમાં છે, જેના કારણે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે. નાગરિકોએ તાત્કાલિક ધોરણે રસ્તાઓના સમારકામની માંગ કરી છે.
અંડરબ્રિજની સમસ્યાનો નથી કોઈ હલ, હાલનો અંડરબ્રિજ સાંકડો હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને ચોમાસામાં તેમાં પાણી ભરાઈ રહે છે. આ સમસ્યાના નિરાકરણ માટે હાલના અંડરબ્રિજને સમાંતર બીજો બ્રિજ બનાવવાની માંગણી કરવામાં આવી છે.
આરોગ્ય સેવાઓના અભાવથી આરોગ્ય સેવા ખોરવાઈ છે. પૂર્વ વિસ્તારમાં આવેલ આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડોક્ટરની નિમણૂક નથી, જેના કારણે લોકોને સમયસર મેડિકલ સુવિધાઓ મળતી નથી. ઉપરાંત, 108 એમ્બ્યુલન્સ કાયમ માટે ઉપલબ્ધ રહે તેવી પણ માંગ કરાઈ છે.
રખડતા ઢોરનો ત્રાસનો વધતો ત્રાસ છે. જાહેર માર્ગો પર રખડતા ઢોરોની સમસ્યા ખૂબ જ ગંભીર બની ગઈ છે, જે અકસ્માતોનું કારણ બને છે. નાગરિકોએ આ સમસ્યાનો કાયમી ધોરણે નિકાલ લાવવા અપીલ કરી છે.
દબાણો અને ટ્રાફિક નિયમોનો ભંગ, જાહેર માર્ગો પર થયેલા દબાણો દૂર કરવાની રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત, બેફામ રીતે રિક્ષા ચલાવતા ડ્રાઇવરો સામે કાર્યવાહી કરવાની પણ માંગણી કરાઈ છે.
સુરક્ષા માટે CCTV નથી, પૂર્વ વિસ્તારમાં ક્રાઈમને અંકુશમાં લેવા અને સુરક્ષા વધારવા માટે CCTV કેમેરા લગાવવાની જરૂરિયાત પર ભાર મુકવામાં આવ્યો છે.
નવું સ્મશાન ગૃહ હાલનું સ્મશાન ખંડેર હાલતમાં હોવાથી, નાગરિકોએ સુવિધા યુક્ત અને CNG આધારિત નવું સ્મશાન ગૃહ બનાવવાની માંગ કરી છે.
પાલિકા પર દબાણ
આવેદનપત્ર સુપરત કરવા મોટી સંખ્યામાં નાગરિકો નગરપાલિકા કચેરીએ ઉમટી પડ્યા હતા, જે દર્શાવે છે કે આ સમસ્યાઓ કેટલી વ્યાપક અને તાત્કાલિક છે. રેલવે પૂર્વ વિકાસ ઝુંબેશ જૂથ દ્વારા પાલિકાને આ સમસ્યાઓ પર ગંભીરતાથી ધ્યાન આપી, ઝડપથી પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે.











