ગુજરાતમાં સ્વાસ્થ્ય સંશોધનને વેગ: નવી યોજનાથી ડોકટરોને મળશે 10 લાખ સુધીની સહાય

ડોકટરો દ્વારા હાથ ધરવામાં આવનાર રીસર્ચ પ્રોજેક્ટ્સની સમયમર્યાદા 1 થી 3 વર્ષ ની રાખવામાં આવી છે. આ ભંડોળનો ઉપયોગ રીસર્ચ એક્ટિવિટી સંબંધિત ફિલ્ડ એક્ટિવિટી, ટ્રાન્સપોર્ટ, ડોક્યુમેન્ટેશન, કન્ઝ્યુમેબલ, અને અન્ય આનુષંગિક ખર્ચાઓ માટે કરી શકાશે. માળખાકીય બાબતોમાં, મહત્તમ પ્રોજેક્ટ દીઠ 3 લાખ સુધીનો ખર્ચ કરી શકાશે, જે કુલ ઉપલબ્ધ 10 લાખના ભંડોળની મર્યાદામાં રહેશે.

અમદાવાદ, ગુરૂવાર
ગુજરાત સરકારે રાજ્યમાં આરોગ્ય અને તબીબી સંશોધનને પ્રોત્સાહન આપવા માટે એક નવી અને મહત્વાકાંક્ષી યોજના, “સ્કીમ ફોર પ્રમોટીંગ રીસર્ચ ઇન હેલ્થ એન્ડ મેડિકલ કેર” ને વહીવટી મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ, રાજ્યમાં આરોગ્ય સેવાઓ અને સુવિધાઓને સતત શ્રેષ્ઠ બનાવવાના પ્રયાસોના ભાગરૂપે આ પગલું ભરવામાં આવ્યું છે.

કોને મળશે લાભ?
આ યોજનાનો લાભ રાજ્યની સરકારી મેડિકલ કૉલેજીસ, જિલ્લા/પેટા જિલ્લા અને સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ ખાતેના ફેકલ્ટી અને તજજ્ઞોને મળશે. આમાં MBBS, MS, MD, MCH, DM, DNB અથવા એલાઇડ સંવર્ગના PhD ધરાવતા ફેકલ્ટી સભ્યોનો સમાવેશ થાય છે. આ પહેલથી રાજ્યમાં તબીબી સંશોધનનો માહોલ વધુ મજબૂત બનશે.

આર્થિક સહાય અને સમયમર્યાદા
આ યોજના હેઠળ, રીસર્ચ પ્રોજેક્ટ દીઠ મહત્તમ 10 લાખ સુધીનું ભંડોળ અથવા ગ્રાન્ટ પૂરી પાડવામાં આવશે. જે પ્રોજેક્ટ્સની જરૂરિયાત 10 લાખથી વધુ હશે, તે માટે ભારત સરકારની યોજનાઓ, ICMR, અને અન્ય સંસ્થાઓ પાસેથી અનુદાન મેળવવા રાજ્ય સરકાર ભલામણ કરશે.

ડોકટરો દ્વારા હાથ ધરવામાં આવનાર રીસર્ચ પ્રોજેક્ટ્સની સમયમર્યાદા 1 થી 3 વર્ષ ની રાખવામાં આવી છે. આ ભંડોળનો ઉપયોગ રીસર્ચ એક્ટિવિટી સંબંધિત ફિલ્ડ એક્ટિવિટી, ટ્રાન્સપોર્ટ, ડોક્યુમેન્ટેશન, કન્ઝ્યુમેબલ, અને અન્ય આનુષંગિક ખર્ચાઓ માટે કરી શકાશે. માળખાકીય બાબતોમાં, મહત્તમ પ્રોજેક્ટ દીઠ 3 લાખ સુધીનો ખર્ચ કરી શકાશે, જે કુલ ઉપલબ્ધ 10 લાખના ભંડોળની મર્યાદામાં રહેશે.

મંજૂરી પ્રક્રિયા
રીસર્ચ પ્રોજેક્ટ્સની મંજૂરી માટે એક સુદૃઢ પ્રક્રિયા ગોઠવવામાં આવી છે. સ્ટેટ રીસર્ચ એડવાઇઝરી કમિટી રીસર્ચ પ્રપોઝલની સમીક્ષા કરશે, અને ત્યારબાદ વિભાગની સ્ટેટ સમિતિ દ્વારા તેને મંજૂરી આપવામાં આવશે.

રિસર્ચ ક્ષેત્રે ક્રાંતિ
આજે સમગ્ર વિશ્વમાં જેનેટિક્સ, ટાર્ગેટેડ ડ્રગ્સ ડિલિવરી, પર્સનલાઇઝ્ડ મેડિસિન, સ્ટેમ સેલ થેરપી, અને રિજનરેટિવ મેડિસિન જેવા નવતર પ્રયાસો અને સંશોધનો થઈ રહ્યા છે. આવા સમયે, આ નવી સ્કીમ આરોગ્યલક્ષી સેવાઓને વધુ સુદૃઢ બનાવવામાં અને અત્યાધુનિક, એવિડન્સ-બેઝ્ડ મેડિસિન તરફ આગળ વધવામાં આશીર્વાદરૂપ સાબિત થશે.

આ યોજનાથી રાજ્યમાં હેતુલક્ષી રીસર્ચને વેગ મળશે, જેના પરિણામે નવી દવાઓ, નવી પદ્ધતિઓ, અને નવતર પ્રયાસોની અસરકારકતાને વધુ સક્ષમતાથી જાણી શકાશે. આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી રીસર્ચને ગતિ મળશે અને ગુજરાત રાજ્ય તબીબી વિજ્ઞાનના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!