કલોલમાં દેવીપૂજક સમાજની સભામાં તોડફોડ મામલે એક્શન, મુખ્ય આરોપી સહિત 7 ઝડપાયા

કલોલના કાંઠા વિસ્તારમાં દેવીપૂજક સમાજના મંદિર નિર્માણ માટે મળેલી સભામાં તોડફોડ અને અફરાતફરી સર્જાઈ. પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત 7 આરોપીઓની ધરપકડ કરી.

કલોલ, બુધવાર
કલોલના કાંઠા વિસ્તારમાં દેવીપૂજક સમાજ દ્વારા આયોજિત એક મીટિંગમાં હિંસક ઘટના બની, જેમાં મંદિર અને ધર્મશાળાના નિર્માણ અંગે ચર્ચા ચાલી રહી હતી. આ મીટિંગમાં લગભગ 1000થી વધુ લોકો હાજર હતા.

મળતી માહિતી મુજબ આ બેઠક શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી હતી ત્યારે એક જૂથે મંદિર અમે જ બનાવીશું એવી દલીલ સાથે બોલાચાલી શરૂ કરી હતી. આ જૂથના લોકોએ માહોલ ગરમ કર્યો અને અચાનક સભામાં તોડફોડ કરવાનું શરૂ કરી દીધું. આ ઘટનાને કારણે મીટિંગમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

પોલીસ કાર્યવાહી
આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને 12 લોકો સામે ગુનો દાખલ કર્યો હતો. ઇન્વેસ્ટિગેશનમાં પોલીસે ઝડપી પ્રગતિ કરીને ઘટનાના મુખ્ય સૂત્રધાર કિરણ ઉર્ફે કિરણ જાનુ ચુનારા સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે.

આરોપીઓની માફી અને સમાધાનની ખાતરી
પોલીસ મથકે પૂછપરછ દરમિયાન, મુખ્ય આરોપી કિરણ ચુનારાએ પોતાના કૃત્ય બદલ માફી માંગી હતી. તેણે પોલીસને ખાતરી આપી કે ભવિષ્યમાં આવી કોઈ ઘટનાનું પુનરાવર્તન થશે નહીં અને સમાજના લોકો અંદરોઅંદર મળીને આ મુદ્દાનો ઉકેલ લાવશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!