અમદાવાદ મેટ્રો નવરાત્રિ 2026: રાત્રે 2 વાગ્યા સુધી ટ્રેન, ₹50ની ખાસ ટિકિટ

વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ અને APMCથી કોટેશ્વર રોડ વચ્ચે મેટ્રો દર 30 મિનિટે દોડશે. APMCથી ગાંધીનગરના સેક્ટર-1 સુધીના કોરિડોર પર દર 60 મિનિટે સેવા ઉપલબ્ધ રહેશે.

અમદાવાદમાં નવરાત્રિના ગરબા રમતા ખેલૈયાઓ માટે ખુશખબર છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા 14થી 19 ઑક્ટોબર, 2026 સુધી મેટ્રો ટ્રેનનો સમય રાત્રે 2 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે.

અમદાવાદ મેટ્રોનું નવું સમયપત્રક

વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ અને APMCથી કોટેશ્વર રોડ વચ્ચે મેટ્રો દર 30 મિનિટે દોડશે. APMCથી ગાંધીનગરના સેક્ટર-1 સુધીના કોરિડોર પર દર 60 મિનિટે સેવા ઉપલબ્ધ રહેશે.વસ્ત્રાલ ગામથી છેલ્લી મેટ્રો રાત્રે 2 વાગ્યે અને થલતેજ ગામથી 2:12 વાગ્યે ઉપડશે. APMCથી કોટેશ્વર રોડ તરફ છેલ્લી ટ્રેન રાત્રે 2:14 વાગ્યે, જ્યારે કોટેશ્વર રોડથી APMC તરફ 2:07 વાગ્યે ઉપડશે.

₹50ની સ્પેશિયલ ટિકિટ ફરજિયાત

મેટ્રોના લંબાવેલા સમય દરમિયાન મુસાફરી કરવા માટે ₹50ની સ્પેશિયલ પેપર ટિકિટ લેવી પડશે. આ ટિકિટ તમામ મેટ્રો સ્ટેશનો પર ઉપલબ્ધ રહેશે અને તેનો ઉપયોગ માત્ર એક તરફની મુસાફરી માટે કરી શકાશે.GMRCના આ નિર્ણયથી મોડી રાત્રે ગરબા રમીને ઘરે પરત ફરતા લોકોને પરિવહનની સુવિધા મળશે અને ટ્રાફિકની સમસ્યા ઘટાડવામાં મદદ મળી શકે છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!