અમદાવાદ મેટ્રો ટ્રેન ધોલેરા એરપોર્ટ સુધી દોડશે, પ્રોજેકટ ટૂંક સમયમાં શરૂ થશે

અમદાવાદ મેટ્રો ફેઝ-૩ અંતર્ગત થલતેજ-સનાથલથી બદરાબાદ સુધીના મેટ્રો વિસ્તરણ અને વાડજ સર્ક્યુલર કોરિડોરને પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ બોર્ડની મંજૂરી મળી ગઈ છે, જેનાથી ભવિષ્યમાં ધોલેરા એરપોર્ટ સુધી કનેક્ટિવિટીનો રસ્તો સાફ થશે.

અમદાવાદ અને ધોલેરા વચ્ચે કનેક્ટિવિટી વધુ મજબૂત કરવાના હેતુથી એક મહત્વપૂર્ણ મોટા સમાચાર સામે આવ્યા છે. થલતેજ ગામથી સનાથલ કોરિડોરના બદરાબાદ સુધીના મેટ્રો ફેઝ-૩ વિસ્તરણને પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા પ્રી-કન્સ્ટ્રક્શન પ્રવૃત્તિઓ પણ શરૂ કરી દેવામાં આવી છે અને કેન્દ્ર સરકારની આખરી મંજૂરી મળ્યા બાદ બાંધકામ શરૂ થશે.

મેટ્રો ફેઝ-૩ અને રૂટની મુખ્ય વિશેષતાઓ

  • ૬૦ કિમી લાંબો વિસ્તાર: આ પ્રસ્તાવિત કોરિડોર ભવિષ્યમાં ધોલેરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુધી મેટ્રો કનેક્ટિવિટીનો પાયો નાખશે.

  • મુખ્ય માર્ગ અને રૂટ: આ રૂટ શીલજ કેનાલ રોડથી શરૂ થઈને સરદાર પટેલ રિંગ રોડને સમાંતર ચાલી બોપલ ક્રોસરોડ્સ, શાંતિપુરા ક્રોસરોડ્સ થઈને બદરાબાદ સુધી પહોંચશે. આ ઉપરાંત તે થલતેજ ગામને ગોધાવી ખાતેના સાઉથ વેસ્ટ અમદાવાદ સ્પોર્ટ્સ એરેના (SWASA) સાથે પણ જોડશે.

  • ૪૧ એલિવેટેડ સ્ટેશનો: આ નવા ફેઝ-૩ નેટવર્કમાં કુલ ૪૧ એલિવેટેડ સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે નવા રહેણાંક અને વ્યાપારી હબને ઉત્તમ કનેક્ટિવિટી પૂરી પાડશે.

વાડજથી સર્ક્યુલર કોરિડોરને મંજૂરી

  • પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ બોર્ડ દ્વારા વાડજથી સર્ક્યુલર કોરિડોરને પણ મંજૂરી આપવામાં આવી છે, જે અમદાવાદનો પહેલો લૂપ મેટ્રો રૂટ બનશે.

  • આ સર્ક્યુલર રૂટ અખબારનગર, નારણપુરા, શિવરંજની, શ્યામલ, જીવરાજ પાર્ક, APMC, પીરાણા, ઈસનપુર, અમરાઈવાડી, રખિયાલ, સૈજપુર બોઘા, કલાપીનગર, ગિરધરનગર અને દુધેશ્વર થઈને વાડજ પર પરત ફરશે.

  • આ રૂટથી મુસાફરો સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં ગયા વિના જ શહેરના એક ભાગમાંથી બીજા ભાગમાં સરળતાથી મુસાફરી કરી શકશે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!