અમદાવાદ પ્લેન ક્રેશ: એર ઇન્ડિયા દુર્ઘટનાનો AAIB રિપોર્ટ – મોટો ખુલાસો!

AAIBના પ્રાથમિક તપાસ રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે “મેડે” કોલ મળતાની સાથે જ ATC દ્વારા ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. દુર્ઘટના સ્થળની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી ડ્રોન દ્વારા કરવામાં આવી.

અમદાવાદ, શનિવાર
12 જૂનના રોજ અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ રિપોર્ટ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આ લગભગ 15 પાનાના રિપોર્ટમાં દુર્ઘટનાનું ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. એર ઇન્ડિયાએ આ રિપોર્ટ મળવાની પુષ્ટિ કરી છે અને વધુ તપાસમાં AAIB ને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી છે.

આખરે કેમ ક્રેશ થયું વિમાન?
AAIB ના પ્રાથમિક તપાસ રિપોર્ટ મુજબ, વિમાન ક્રેશ થવાનું મુખ્ય કારણ એન્જિનમાં ફ્યુઅલનો સપ્લાય ન હોવો હતું. કોકપિટ વોઈસ રેકોર્ડર (CVR) માંથી મળેલા ડેટા અનુસાર, વિમાન ટેક-ઓફ થયા બાદ જ્યારે 180 નોટ્સની મહત્તમ સ્પીડ પર પહોંચ્યું, ત્યારે બંને એન્જિનને ફ્યુઅલ સપ્લાય કરતા સ્વીચ “રનિંગ મોડ”માંથી “કટ-ઓફ મોડ”માં જતી રહી. આ બંને સ્વીચ 1 સેકન્ડના અંતરે કટ-ઓફ થઈ હતી, જેના કારણે એન્જિનને ફ્યુઅલ મળવાનું બંધ થઈ ગયું.

પાયલટ્સ વચ્ચેની વાતચીત અને રિપોર્ટના ચોંકાવનારા ખુલાસા
રિપોર્ટમાં જણાવ્યા મુજબ, જ્યારે વિમાનની સ્પીડ ઘટવા લાગી, ત્યારે એક પાયલટે બીજા પાયલટને પૂછ્યું કે “ઓઈલ સપ્લાય સ્વીચ કટ-ઓફ કેમ કરી?” જેના જવાબમાં પાયલટે કહ્યું કે તેણે આવું કર્યું નથી. પાયલટે તરત જ સ્વીચ ચાલુ કરી. એક એન્જિનમાં થ્રસ્ટ બરાબર થઈ ગયું, પરંતુ બીજું એન્જિન એક્ટિવ ન થયું. જ્યારે વિમાનની સ્પીડ વધુ ઘટવા લાગી અને તે નીચે આવવા લાગ્યું, ત્યારે પાયલટે “મેડે” કોલ આપ્યો હતો.

દુર્ઘટના સ્થળની તપાસ અને પુરાવા
AAIBના પ્રાથમિક તપાસ રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે “મેડે” કોલ મળતાની સાથે જ ATC દ્વારા ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. દુર્ઘટના સ્થળની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી ડ્રોન દ્વારા કરવામાં આવી. ક્રેશ થયેલા વિમાનના કાટમાળની ફોરેન્સિક લેબમાં તપાસ કરવામાં આવી. કાટમાળને હાલ અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષિત રાખવામાં આવ્યો છે. વિમાનના બંને એન્જિન કાટમાળમાંથી મળી આવ્યા છે, જેને એરપોર્ટ હેંગરમાં અલગથી રાખવામાં આવ્યા છે.

રિપોર્ટ મુજબ, વિમાન દુર્ઘટનાની વધુ તપાસ માટે પુરાવાઓ ઓળખી કાઢવામાં આવ્યા છે અને એકત્રિત કરવામાં આવ્યા છે. વિમાનમાં ફ્યુઅલ ભરવા માટે ઉપયોગમાં લેવાતા બોવર્સ અને ટેન્કોમાંથી લેવામાં આવેલા ફ્યુઅલના સેમ્પલનું ટેસ્ટિંગ DGCA લેબમાં કરવામાં આવ્યું હતું. APU ફિલ્ટર અને ડાબી પાંખના રીફ્યુઅલ/જેટસન વાલ્વ માંથી ફ્યુઅલના ખૂબ જ ઓછા પ્રમાણમાં સેમ્પલ મળ્યા હતા. સાક્ષીઓ અને બચી ગયેલ એક મુસાફરના સ્ટેટમેન્ટ પણ નોંધવામાં આવ્યા હતા.

અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ AI-171 ક્રેશ
ઉલ્લેખનીય છે કે 12 જૂનના રોજ એર ઇન્ડિયા એરલાઇન્સની ઇન્ટરનેશનલ ફ્લાઇટ AI-171 અમદાવાદથી લંડન માટે ટેક-ઓફ થઈ હતી. બોઇંગ ડ્રીમલાઇનર 787-8 મોડેલનું આ વિમાન 241 લોકો (પેસેન્જર્સ અને ક્રૂ મેમ્બર્સ) સાથે ઉડાન ભરી હતી, પરંતુ ટેક-ઓફ થતાની સાથે જ તે એરપોર્ટની બોર્ડરને અડીને આવેલી બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલની છત પર ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં 229 પેસેન્જર્સ, 10 ક્રૂ મેમ્બર્સ અને 19 સામાન્ય લોકો, જેમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પણ સામેલ હતા, તેમનો જીવ ગયો. AAIB દ્વારા આ દુર્ઘટનાની તપાસ કરવામાં આવી હતી અને દુર્ઘટનાના બરાબર એક મહિના પછી, 12 જુલાઈ, શનિવારના રોજ આ પ્રારંભિક તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!