જાણીતા ડિરેક્ટર એટલીની આગામી ફિલ્મ, જેનું વર્કિંગ ટાઈટલ AA22 × 6 રાખવામાં આવ્યું છે : તેમાં અલ્લૂ અર્જુન ચાર અલગ અલગ પાત્રોમાં જોવા મળશે, દાદા, પિતા અને જોડિયા પુત્રો

મુંબઈ, બુધવાર : દક્ષિણના સુપરસ્ટાર સુપરસ્ટાર અલ્લૂ અર્જુન હવે પોતાના કરિયરની સૌથી ચેલેન્જિંગ ફિલ્મ માટે તૈયાર છે. જાણીતા ડિરેક્ટર એટલીની આગામી ફિલ્મ, જેનું વર્કિંગ ટાઈટલ AA22 × 6 રાખવામાં આવ્યું છે, તેમાં અલ્લૂ અર્જુન ચાર અલગ અલગ પાત્રોમાં જોવા મળશે. દાદા, પિતા અને જોડિયા પુત્રો.
આ ફિલ્મ અલ્લૂ અર્જુનની કારકિર્દીની પહેલી એવી ફિલ્મ બનશે, જેમાં તેઓ એકસાથે ચાર પાત્રો નિભાવશે. શરૂઆતમાં એટલી આ પ્રોજેક્ટ માટે અલ્લૂ અર્જુનને ફક્ત ડબલ રોલમાં લેવાનો વિચાર રાખતો હતો, જ્યારે દાદા અને પિતાના રોલ માટે અન્ય કલાકાર લાવવાનું આયોજન હતું. પરંતુ અલ્લૂ અર્જુને જાતે જ ચારેય પાત્રો ભજવવાનો આગ્રહ રાખ્યો. શરૂઆતમાં એટલી થોડી સંશયાવસ્થામાં હતો, પણ લુક ટેસ્ટ પછી તેણે માન્યું કે અલ્લૂ આ બધાં પાત્રોને યોગ્ય ન્યાય આપી શકે છે.ફિલ્મમાં અલ્લૂ અર્જુન સાથે દીપિકા પદુકોણ, રશ્મિકા મંધાના, જાહ્નવી કપૂર અને મૃણાલ ઠાકુર જેવી પ્રતિભાશાળી અભિનેત્રીઓ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.આ મલ્ટિ-જેનરેશનલ ડ્રામા સાથે એક્શન અને ઇમોશનથી ભરપૂર આ ફિલ્મ ભારતીય સિનેમાની આગામી મેગાબ્લોકબસ્ટર થવાની સંપૂર્ણ શક્યતા ધરાવે છે.
અલ્લૂ અર્જુન એટલીની આગામી ફિલ્મમાં ચાર વિવિધ રોલમાં જોવા મળશે આ ફિલ્મનું કામચલાઉ શીર્ષક એએ૨૨ ઇનટુ એસિક્સ છે. જેમાં અલ્લૂ અર્જુન દાદા, પિતા અને જોડિયા પુત્રોની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ બારતીય સિનેમાની સૌથી ચર્ચિત ફિલ્મ હોવાની ચર્ચા છે. અભિનેતાની કારકિર્દીની એકથી વધુ પાત્ર ધરાવતી આ પ્રથમ ફિલ્મ બનશે. કહેવાય છે કે, શરૃઆતમાં એટલી અલ્લૂ અર્જુનને ડબલ રોલમાં લેવા માંગતો હતો અને દાદા અને પિતાના રોલમાં અન્ય બે કલાકારોને લેવાનો હતો. સૂત્રે આ બાબતેજણાવ્યું હતું કે, અલ્લૂ અર્જુને પોતે જ ચાર પાત્રો ભજવવા પર ભાર આપ્યો હતો. પહેલા તો એટલી થોડો હિચકિચાયો હતો પરંતુ લુક ટેસ્ટ લીધા પછી તેને લાગ્યું કે અલ્લૂ અર્જુન આ ચારેયપાત્રોને યોગ્ય ન્યાય આપી શકશે. આ ફિલ્મમાં અલ્લૂ અર્જુન ઉપરાંત દિપીકા પદુકોણ, રશ્મિકા મદાના,જાહ્નવી કપૂર અને મૃણાલ ઠાકુર મહત્વના રોલમાં જોવા મળવાના છે.











