શું તમને શેરબજારના ઉતાર-ચઢાવથી ડર લાગે છે? તો ઓલ-કેપ FoF (Fund of Funds) તમારા માટે બેસ્ટ વિકલ્પ છે. તેને શેરબજારની સંપૂર્ણ થાળી કહેવાય છે. જાણો કેવી રીતે આ ફંડ તમારા રોકાણને સુરક્ષિત રાખીને લાંબા ગાળે સારું રિટર્ન આપે છે.

અમદાવાદ, રવિવાર
શેરબજારમાં રોજબરોજ આવતા ઉતાર-ચઢાવ જોઈને ઘણા સામાન્ય રોકાણકારો ડરી જતા હોય છે. કયા શેરમાં પૈસા લગાવવા અને ક્યારે કાઢી લેવા, તે સમજવું સૌના બસની વાત નથી. જો તમે પણ આ મૂંઝવણ અનુભવો છો, તો ‘ઓલ-કેપ FoF (Fund of Funds) તમારા માટે એક રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. સરળ ભાષામાં કહીએ તો, આ ફંડ શેરબજારની એક ‘સંપૂર્ણ થાળી’ જેવું છે, જ્યાં જોખમ ઓછું છે અને કમાણીની તકો વધુ છે.
શેરબજારની ‘સંપૂર્ણ થાળી એટલે શું?
જ્યારે આપણે કોઈ સારી હોટલમાં જમીએ છીએ, ત્યારે એકલ-દોકલ વાનગી મંગાવવાને બદલે ગુજરાતી થાળી ઓર્ડર કરવાનું વધુ પસંદ કરીએ છીએ. કારણ કે થાળીમાં દાળ, શાક, રોટલી અને સલાડ બધું જ હોય છે, જે સ્વાદની સાથે પૂરતું પોષણ પણ આપે છે. શેરબજારમાં ઓલ-કેપ FoF બિલકુલ આ થાળી જેવું જ કામ કરે છે.
આ એક એવું મ્યુચ્યુઅલ ફંડ છે, જે સીધા શેરોમાં રોકાણ કરવાને બદલે અન્ય વિવિધ ઇક્વિટી ફંડ્સમાં રોકાણ કરે છે. આમાં ફંડ મેનેજર તમારા પૈસાને લાર્જ-કેપ, મિડ-કેપ અને સ્મોલ-કેપ એમ ત્રણેય પ્રકારની કંપનીઓમાં યોગ્ય રીતે વહેંચી દે છે.
સામાન્ય રોકાણકારો માટે શા માટે છે આ બેસ્ટ?
બજારનો ઇતિહાસ સાક્ષી છે કે દર વર્ષે શેરબજારના દરેક સેગમેન્ટનું પ્રદર્શન એકસરખું રહેતું નથી. વર્ષ 2017માં જ્યારે લાર્જ-કેપ શેરોમાં 30%નો વધારો જોવા મળ્યો હતો, ત્યારે તેની સામે મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરો 50%થી વધુ ઉછળ્યા હતા. પરંતુ વર્ષ 2018માં ચિત્ર સાવ બદલાઈ ગયું. લાર્જ-કેપ શેરો સ્થિર રહ્યા, જ્યારે મિડ અને સ્મોલ-કેપમાં મોટો કડાકો બોલી ગયો. આવી પરિસ્થિતિમાં સામાન્ય રોકાણકાર ભાવનાઓમાં તણાઈ જાય છે. બજાર પડે ત્યારે ડરીને નુકસાનમાં શેર વેચી દે છે અને બજાર વધે ત્યારે લાલચમાં આવીને મોંઘા શેર ખરીદી લે છે. ઓલ-કેપ FoF તમને આ ભૂલો કરવાથી બચાવે છે, કારણ કે તેમાં તમારું રોકાણ પહેલેથી જ વિવિધ સેગમેન્ટમાં વહેંચાયેલું હોય છે.
પ્રોફેશનલ ફંડ મેનેજરનું સ્માર્ટ મેનેજમેન્ટ
નોકરી કે વ્યવસાય કરતા લોકો પાસે બજારને રોજ ટ્રેક કરવાનો કે પોર્ટફોલિયોને રીબેલન્સ કરવાનો સમય હોતો નથી. ઓલ-કેપ ફંડમાં બેઠેલા એક્સપર્ટ ફંડ મેનેજર્સ પાસે પોતાનું એક ખાસ ઇન-હાઉસ ફ્રેમવર્ક હોય છે. બજારની સ્થિતિ જોઈને તેઓ જાતે જ નક્કી કરે છે કે ક્યારે લાર્જ-કેપમાં પૈસા વધારવા અને ક્યારે સ્મોલ-કેપ પર દાવ લગાવવો. આનાથી તમને મલ્ટી-લેવલ ડાયવર્સિફિકેશનનો સીધો ફાયદો મળે છે.
જોખમ ઘટે છે અને બેલેન્સ જળવાય
માર્કેટ એક્સપર્ટ્સ માને છે કે માત્ર એક જ પ્રકારના શેરમાં પૈસા લગાવવા જોખમી છે. જો તમે માત્ર સ્મોલ-કેપમાં રોકાણ કર્યું હોય અને તેમાં મંદી આવે, તો તમારો આખો પોર્ટફોલિયો ડૂબી શકે છે. પરંતુ ઓલ-કેપમાં, જો સ્મોલ-કેપ ઘટે છે, તો લાર્જ-કેપ તેને ટેકો આપે છે અને તમારું બેલેન્સ જળવાઈ રહે છે.
આ વ્યૂહરચનાનું એક ઉત્તમ ઉદાહરણ ICICI પ્રુડેન્શિયલ ડાયવર્સિફાઈડ ઈક્વિટી ઓલ કેપ એક્ટિવ FoF જેવી સ્કીમ્સ છે. તે વિવિધ ફંડ્સના મિશ્રણમાં રોકાણ કરીને રોકાણકારોને શેરબજારના દરેક હિસ્સામાંથી કમાણી કરવાની ઉત્તમ તક આપે છે.
રોકાણ કરતા પહેલા આટલું ખાસ ધ્યાન રાખો
જોકે ઓલ-કેપ FoF તમને બજારની અસ્થિરતા સામે એક મજબૂત સુરક્ષા કવચ આપે છે, તેમ છતાં ઇક્વિટી માર્કેટમાં ટૂંકા ગાળામાં વધઘટ થવી સ્વાભાવિક છે. તેથી, આ ફંડમાં હંમેશા લાંબા ગાળાનો ટાર્ગેટ રાખીને જ રોકાણ કરવું જોઈએ.
જેમ રોજ એક જ પ્રકારનું ભોજન ખાવાથી શરીર સ્વસ્થ નથી રહેતું, તેમ એક જ જાતના શેરમાં રોકાણ કરવાથી આર્થિક લક્ષ્યો પૂરા નથી થતા. વૈવિધ્યકરણ એ રોકાણનો મૂળ મંત્ર છે. જો તમે તમારી આર્થિક યાત્રાને ટેન્શન-ફ્રી અને અસરકારક બનાવવા માંગતા હોવ, તો ઓલ-કેપ એક્ટિવ FoF માં રોકાણ કરવું એ નાણાકીય સ્વતંત્રતા તરફનું એક સમજદારીભર્યું પગલું છે.











