અરિજિત સિંહ બનશે દિગ્દર્શક : જંગલ એડવેન્ચર ફિલ્મથી કરશે ડેબ્યૂ

સંગીતની દુનિયામાં પોતાનું અદ્વિતીય યોગદાન આપ્યા બાદ હવે તેઓ ફિલ્મ દિગ્દર્શન ક્ષેત્રે પગ મૂકવા જઈ રહ્યા છે : ફિલ્મના ટાઈટલ સહિતની અન્ય વિગતો પણ ટૂંક સમયમાં જાહેર કરાશે

અરિજિત સિંહ બનશે દિગ્દર્શક

મુંબઈ, ગુરુવાર : બોલીવૂડના જાણીતા ગાયક અને કરોડોના દિલોના રાજા અરિજિત સિંહ હવે નવો અવતાર ધારણ કરી રહ્યા છે. સંગીતની દુનિયામાં પોતાનું અદ્વિતીય યોગદાન આપ્યા બાદ હવે તેઓ ફિલ્મ દિગ્દર્શન ક્ષેત્રે પગ મૂકવા જઈ રહ્યા છે. તેમણે દિગ્દર્શક તરીકે પોતાની પહેલી ફિલ્મ સાઈન કરી છે, જે એક જંગલ એડવેન્ચર પર આધારિત હશે.

ફિલ્મની સ્ક્રિપ્ટ આખી થઇ ગઈ છે અને તે અરિજિત સિંહે પોતાની પત્ની કોયલ સિંહ સાથે મળીને લખી છે. હાલમાં ફિલ્મનું પ્રિ-પ્રોડક્શન કાર્ય ચાલી રહ્યું છે અને આવતા મહિને કાસ્ટિંગ શરૂ થવાનું છે.જોકે ફિલ્મનું ટાઈટલ હજુ જાહેર કરાયું નથી, પરંતુ ટૂંક સમયમાં તેનું અનાવરણ થવાની શક્યતા છે. ચાહકોમાં ખાસ ઉદ્ગાટન અને ઉત્સુકતા છે કે શું આ ફિલ્મ મ્યુઝિકલ સ્પર્શ સાથે હશે કે કેમ કારણ કે અરિજિત જ્યાં હોય, ત્યાં સંગીત તો જરૂર રહે!આ ફિલ્મ માટે અરિજિતના દિગ્દર્શક રૂપે ડેબ્યૂને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે. સંગીત બાદ હવે દિગ્દર્શનમાં પણ તેઓ કંઈક અનોખું રજૂ કરશે, તેવી આશા બધાને છે.બોલીવૂડનો ટોચનો સિંગર અરિજિત સિંહ હવે દિગ્દર્શક તરીકે પણ ડેબ્યૂ કરી રહ્યો છે. તેણે પોતાની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ સાઈન કરી છે. આ ફિલ્મ જંગલ એડવેન્ચેર આધારિત હશે. ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઇનલ થઇ ચુકી છે. અરિજિત અને કોયલ સિંહે સાથે મળીને આ ફિલ્મની વાર્તા લખી છે. હાલ ફિલ્મનું પ્રિ પ્રોડક્શન ચાલી રહ્યું છે. આવતા મહિને ફિલ્મનું કાસ્ટિંગ શરૂ થશે. ફિલ્મના ટાઈટલ સહિતની અન્ય વિગતો પણ ટૂંક સમયમાં જાહેર કરાશે. અરિજિતના ચાહકો આશા રાખી રહ્યા છે કે આ એક મ્યુઝિકલ ફિલ્મ પણ હશે.

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!