રાજ્યમાં ઈ-ગ્રામ સેન્ટર પર 4 સરકારી યોજનાની બેન્કિંગ સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે

ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારોમાં નાગરિકોને નાણાકીય અને વીમા સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવા ’જન સુરક્ષા અભિયાન’ને વેગ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે

ગાંધીનગર,મંગળવાર:  ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારોમાં નાગરિકોને નાણાકીય અને વીમા સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવા ’જન સુરક્ષા અભિયાન’ને વેગ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ અભિયાન હેઠળ કેન્દ્ર સરકારની ચાર મુખ્ય યોજનાઓ—પ્રધાનમંત્રી જન ધન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને અટલ પેન્શન યોજના—ની બેન્કિંગ સેવાઓ રાજ્યના ઈ-ગ્રામ સેન્ટરો ખાતે વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. આ સેવાઓ ૧ જૂલાઈ ૨૦૨૫થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ઉપલબ્ધ રહેશે. આ માટે ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી દ્વારા ગ્રામ કોમ્પ્યુટર સાહસિકો (VCE)ને પ્રતિ સેવા રૂ. ૨૦/-નું મહેનતાણું ચૂકવવામાં આવશે.
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના જણાવ્યા અનુસાર, આ અભિયાન હેઠળ ગ્રામીણ નાગરિકો માટે નીચેની સેવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ થશે: બેંક ખાતું ન હોય તેવા નાગરિકો માટે પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ નવું બેંક ખાતું ખોલવું, નિષ્ક્રિય બેંક ખાતાઓમાં Re-KYC કરી તેને ફરીથી સક્રિય કરવું, તેમજ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને અટલ પેન્શન યોજના હેઠળ પાત્ર નાગરિકોનું નામાંકન કરાવવું. આ તમામ સેવાઓ ગ્રામીણ કક્ષાએ VCE દ્વારા પૂરી પાડવામાં આવશે, જે ગામડાઓમાં નાણાકીય સશક્તિકરણને વેગ આપશે.
રાજ્યની ૧૪,૧૮૧ ગ્રામ પંચાયતોમાં ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અંતર્ગત કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, જરૂરી સોફ્ટવેર અને અન્ય સાધનસામગ્રી પૂરી પાડવામાં આવી છે. આ પંચાયતોમાં પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) મોડેલ હેઠળ VCE દ્વારા G2C (ગવર્નમેન્ટ ટુ સિટીઝન) અને B2C (બિઝનેસ ટુ સિટીઝન) સેવાઓ ઓનલાઈન પૂરી પાડવામાં આવે છે. આ પહેલ ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ સશક્તિકરણ અને સરકારી સેવાઓની સુલભતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!