BCCIએ આપ્યો મોટો ઝટકો: રોહિત શર્મા અને વિરાટ કોહલીનું ડિમોશન, નવી યાદીમાં જુઓ કોને કયું સ્થાન મળ્યું?

BCCI એ 2025-26 માટે ખેલાડીઓના નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યા છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીને ગ્રેડ A માંથી હટાવીને ગ્રેડ B માં મુકાયા છે. જાણો A ગ્રેડમાં કોણે મારી બાજી અને જુઓ પુરુષ અને મહિલા ટીમનું સંપૂર્ણ લિસ્ટ.

નવી દિલ્હી, મંગળવાર
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વર્ષ 2025-2026 માટે ભારતીય ખેલાડીઓના વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી દીધી છે. આ વખતે ક્રિકેટ ચાહકો અને ખેલાડીઓ માટે સૌથી મોટા સમાચાર એ છે કે ટીમ ઈન્ડિયાના બે દિગ્ગજ ખેલાડીઓ, રોહિત શર્મા અને વિરાટ કોહલીને મોટો ફટકો પડ્યો છે. બોર્ડે જાહેર કરેલી નવી યાદીમાં આ બંને સ્ટાર ખેલાડીઓનું ડિમોશન કરવામાં આવ્યું છે અને તેમને ટોપ ગ્રેડમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા છે.

રોહિત અને વિરાટ હવે ગ્રેડ B માં
સૌથી ચોંકાવનારી વાત એ છે કે, અત્યાર સુધી ટોપ લિસ્ટમાં રહેતા પૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને હવે ગ્રેડ Bમાં સ્થાન મળ્યું છે. BCCI એ આ વખતે A+ ગ્રેડ જેવી કોઈ કેટેગરી રાખી હોય તેમ જણાતું નથી અને સીધું જ ગ્રેડ A થી લિસ્ટ શરૂ કર્યું છે. પુરુષોની ટીમમાં કુલ 30 ખેલાડીઓને કોન્ટ્રાક્ટ મળ્યો છે. જેમાં ગ્રેડ A માં માત્ર 3 ખેલાડીઓ, ગ્રેડ B માં 11 ખેલાડીઓ અને ગ્રેડ C માં સૌથી વધુ 16 ખેલાડીઓનો સમાવેશ થાય છે.

શા માટે રોહિત-વિરાટનું કદ ઘટ્યું?
રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા મોટા ગજાના ખેલાડીઓને ગ્રેડ B માં મુકવા પાછળનું મુખ્ય કારણ તેમનું ઇન્ટરનેશનલ કરિયર છે. આપણે જાણીએ છીએ તેમ, આ બંને ખેલાડીઓ ટેસ્ટ અને T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ચૂક્યા છે. હાલમાં તેઓ માત્ર વન-ડે (ODI) ફોર્મેટમાં જ એક્ટિવ છે. આ મર્યાદિત ફોર્મેટમાં રમવાને કારણે તેમને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં નુકસાન વેઠવું પડ્યું છે અને તેમનું ગ્રેડિંગ નીચે ગયું છે.

પુરુષ ટીમનું નવું કોન્ટ્રાક્ટ લિસ્ટ (2025-26)
BCCI એ જાહેર કરેલા લિસ્ટ મુજબ ખેલાડીઓની વહેંચણી નીચે મુજબ છે:
ગ્રેડ A (3 ખેલાડીઓ): શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજા. (આ ત્રણેય ખેલાડીઓ હાલ ત્રણેય ફોર્મેટમાં મહત્વના છે).
ગ્રેડ B (11 ખેલાડીઓ): વોશિંગ્ટન સુંદર, રોહિત શર્મા, વિરાટ કોહલી, કે.એલ. રાહુલ, મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, કુલદીપ યાદવ, યશસ્વી જાયસ્વાલ, સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ અય્યર.
ગ્રેડ C (16 ખેલાડીઓ): અક્ષર પટેલ, તિલક વર્મા, રિંકુ સિંહ, શિવમ દુબે, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, ધ્રુવ જુરેલ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, નીતિશ કુમાર રેડ્ડી, અભિષેક શર્મા, સાઈ સુદર્શન, રવિ બિશ્નોઈ અને ઋતુરાજ ગાયકવાડ.

મહિલા ટીમમાં કોને મળ્યું સ્થાન?
પુરુષ ટીમની સાથે મહિલા ટીમનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કુલ 21 ખેલાડીઓને કોન્ટ્રાક્ટ મળ્યો છે.
ગ્રેડ A: હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, જેમિમા રોડ્રિગ્સ અને દીપ્તિ શર્મા.
ગ્રેડ B: રેણુકા ઠાકુર, શેફાલી વર્મા, રિચા ઘોષ અને સ્નેહ રાણા.
ગ્રેડ C: રાધા યાદવ, અમનજોત કૌર, પ્રતિકા રાવલ, ક્રાંતિ ગૌડ, ઉમા છેત્રી, અરુંધતી રેડ્ડી, શ્રી ચરણી, યાસ્તિકા ભાટિયા, હરલીન દેઓલ, કાશ્વી ગૌતમ, જી. કમલિની, વૈષ્ણવી શર્મા અને તેજલ હસબનીસ.

આમ, નવા કોન્ટ્રાક્ટમાં યુવા ખેલાડીઓ જેમ કે શુભમન ગિલ અને યશસ્વી જાયસ્વાલનું કદ વધતું જોવા મળી રહ્યું છે, જ્યારે સિનિયર ખેલાડીઓ ધીમે ધીમે નવા રોલમાં સેટ થઈ રહ્યા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!