હાલની અગ્નિ-5 મિસાઈલ કન્વેન્શનલ હથિયારો લઈ જાય છે, જ્યારે તેના નવા વર્ઝનમાં 7500 કિલોગ્રામ વજનના બંકર-બસ્ટિંગ હથિયારો લઈ જવાની કેપેસિટી હશે.

નવી દિલ્હી, મંગળવાર
ભારતીય સંરક્ષણ ક્ષેત્રમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારત તેની અગ્નિ-5 ઇન્ટરકોન્ટિનેંટલ બેલેસ્ટિક મિસાઈલનું વધુ ઘાતક અને એડવાન્સ વર્ઝન વિકસાવી રહ્યું છે, જે દુશ્મનના અત્યંત સુરક્ષિત અંડરગ્રાઉન્ડ બંકરોને પણ ભેદવામાં સક્ષમ હશે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન આ પ્રોજેક્ટ પર જોરશોરથી કામ કરી રહ્યું છે. આ નવી મિસાઈલો ભારતની સ્ટ્રેટેજિક કેપેબિલિટીઝમાં નોંધપાત્ર વધારો કરશે.
અગ્નિ-5 ભારતની હાલની સૌથી પાવરફુલ મિસાઈલોમાંની એક છે, જેની સ્ટ્રાઈક રેન્જ 5,000 કિલોમીટરથી વધુ છે. આ 50 ટન વજન ધરાવતી, 17.5 મીટર લાંબી અને ત્રણ-સ્ટેજવાળી સોલિડ-ફ્યુઅલ મિસાઈલ છે, જે 1.5 ટન સુધીનો પેલોડ લઈ જવાની ક્ષમતા ધરાવે છે.
બંકર ભેદવાની ક્ષમતા
તાજેતતરમાં અમેરિકાએ ઈરાનના ન્યુક્લિયર સાઈટ્સને હેવી બંકર-બસ્ટિંગ બોમ્બનો ઉપયોગ કરીને નષ્ટ કરી હતી. આ ઘટનાને ધ્યાનમાં રાખીને DRDO પણ આવી જ શક્તિ હાંસલ કરવા માંગે છે. અગ્નિ-5નું નવું વર્ઝન કોંક્રીટના સ્તરો નીચે 80થી 100 મીટર સુધી સરળતાથી પહોંચી શકે છે, જે તેને દુશ્મનના કમાન્ડ-એન્ડ-કંટ્રોલ સેન્ટર્સ, મિસાઈલ સાઈલો અને ક્રિટિકલ મિલિટરી સ્ટ્રક્ચર્સને ટાર્ગેટ કરવા માટે આદર્શ બનાવશે.
હાલની અગ્નિ-5 મિસાઈલ કન્વેન્શનલ હથિયારો લઈ જાય છે, જ્યારે તેના નવા વર્ઝનમાં 7500 કિલોગ્રામ વજનના બંકર-બસ્ટિંગ હથિયારો લઈ જવાની કેપેસિટી હશે. આ મિસાઈલ હાઈપરસોનિક હશે, જે માચ 8 થી માચ 20ની સ્પીડ સુધી પહોંચી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે તેની કોસ્ટ પણ બહુ વધારે નહીં હોય. આ એક ક્વિક-રિસ્પોન્સ વેપન હશે, જે અમેરિકાના મોંઘા B-2 બોમ્બર પ્લેન પર ડિપેન્ડન્ટ બંકર-બસ્ટિંગ બોમ્બ કરતાં પણ એક સ્ટેપ આગળ હશે.
અગ્નિ-5ના બે નવા વર્ઝન પર કામ ચાલુ
રિપોર્ટ્સ અનુસાર, અગ્નિ-5ના બે નવા વર્ઝન ડેવલપ કરવામાં આવી રહ્યા છે:
પહેલું વર્ઝન: આ ગ્રાઉન્ડ ઉપર એક્સપ્લોડ થનારું હથિયાર હશે.
બીજું વર્ઝન: આ ડીપ-પેનિટ્રેટિંગ મિસાઈલ હશે, જે અંડરગ્રાઉન્ડ સ્ટ્રક્ચર્સને ડેસ્ટ્રોય કરવામાં સક્ષમ હશે.
આ નવી મિસાઈલોનું વજન લગભગ 8 ટન હશે અને તેની રેન્જ 2,500 કિલોમીટર સુધીની હશે.
DRDO દ્વારા અગ્નિ-5ના મોર્ડન વર્ઝન પર એવા સમયે કામ કરવામાં આવી રહ્યું છે જ્યારે ચીન અને પાકિસ્તાન સાથે ભારતના સંબંધો તણાવપૂર્ણ છે. આવા સંજોગોમાં આ ઘાતક હથિયારોનું મહત્વ ભારત માટે વધુ વધી જાય છે, જે દેશની ડિફેન્સ કેપેબિલિટીઝને વધુ સ્ટ્રોંગ બનાવશે.











