પેટ્રોલ અને ઇથેનોલ મિશ્રણ બાદ હવે CNG અને PNGમાં થશે બાયોગેસનું મિશ્રણ, સરકારની મોટી યોજના

પેટ્રોલ-ઇથેનોલ બાદ હવે કેન્દ્ર સરકારે CNG અને PNG માં બાયોગેસ મિશ્રિત કરવાની ગોબর্ধન યોજના અંતર્ગત મહત્વની તૈયારી શરૂ કરી છે, જેથી ગ્રીન એનર્જીને વેગ મળે.

દેશમાં ગ્રીન એનર્જી અને પર્યાવરણને અનુકૂળ ઇંધણના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે વધુ એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પેટ્રોલ અને ઇથેનોલના મિશ્રણની સફળતા બાદ, હવે આગામી સમયમાં વાહનોમાં વપરાતા CNG અને ઘર-ઘર સુધી પહોંચતી PNG માં બાયોગેસ (Biogas) મિશ્રિત કરવાની સરકારની યોજના છે.

ગ્રીન એનર્જી તરફ પગલું
: સરકારની ‘ગોબর্ধન યોજના’ હેઠળ કચરામાંથી કંચન અને સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન કરવાના હેતુથી આ નવો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે.

CNG અને PNG માં મિશ્રણ:
આ યોજના અંતર્ગત કોમ્પ્રેશ્ડ નેચરલ ગેસ (CNG) અને પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) માં ચોક્કસ ટકાવારીમાં બાયોગેસ ભેળવવામાં આવશે, જેનાથી પરંપરાગત અશ્મિભૂત ઇંધણ (Fossil Fuels) પરની નિર્ભરતા ઘટશે. આ ઇકો-ફ્રેન્ડલી પહેલથી દેશના વિદેશી હૂંડિયામણને બચાવી શકાશે અને પ્રદૂષણમાં પણ મોટો ઘટાડો નોંધાશે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!