Bloomberg Billionaires Index 2026: અબજપતિઓની યાદીમાં મોટી ઉથલપાથલ! ટોપ-10માં નવા ચહેરાની એન્ટ્રી, જાણો કોણ છે સૌથી અમીર?

Bloomberg Billionaires Index 2026: દુનિયાના અબજપતિઓની યાદીમાં મોટો ઉલટફેર! ટોપ-10 માંથી ટેક જાયન્ટ બહાર અને વોલ્ટન ફેમિલીનો દબદબો. જાણો Bloomberg Billionaires Index 2026 ના લેટેસ્ટ આંકડા અને ઇલોન મસ્કની સંપત્તિ વિશે વિગતે.

અમદાવાદ, મંગળવાર
Bloomberg Billionaires Index 2026: દુનિયાભરના શેરબજારોમાં ચાલી રહેલી ઉથલપાથલની સીધી અસર હવે વિશ્વના સૌથી ધનિક લોકોની સંપત્તિ પર જોવા મળી રહી છે. Bloomberg Billionaires Index 2026 ના તાજેતરના રિપોર્ટમાં અબજપતિઓની યાદીમાં મોટો ‘રદબદલ’ જોવા મળ્યો છે. વૈશ્વિક સ્તરે ટેક કંપનીઓના શેરોમાં આવેલા કડાકાને કારણે ઘણા દિગ્ગજોની સંપત્તિમાં મોટું ગાબડું પડ્યું છે. આ ઉથલપાથલને કારણે જેનસેન હુઆંગ જેવા દિગ્ગજ ટોપ-10 અમીરોની યાદીમાંથી બહાર ફેંકાઈ ગયા છે, જ્યારે એક નવા મહિલા ચહેરાની એન્ટ્રી થઈ છે.

વોલ્ટન પરિવારનો દબદબો અને એલિસ વોલ્ટનની એન્ટ્રી
આ વખતની યાદીમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત વોલ્ટન પરિવારની સફળતા છે. રિટેલ બિઝનેસ સાથે સંકળાયેલા વોલ્ટન પરિવારના સભ્ય એલિસ વોલ્ટન (Alice Walton) એ ટોપ-10 માં શાનદાર એન્ટ્રી કરી છે. 154 અબજ ડોલરની સંપત્તિ સાથે તેઓ વિશ્વના 10મા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.

મજાની વાત એ છે કે હવે દુનિયાના ટોપ-10 અમીરોમાં વોલ્ટન પરિવારના ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે:
જિમ વોલ્ટન: 158 અબજ ડોલર (8મું સ્થાન)
રોબ વોલ્ટન: 154 અબજ ડોલર (9મું સ્થાન)
એલિસ વોલ્ટન: 154 અબજ ડોલર (10મું સ્થાન)

ઇલોન મસ્ક હજુ પણ ‘કિંગ’, ટેક દિગ્ગજોને ફટકો
એક તરફ જ્યાં બજારમાં મંદીનો માહોલ છે, ત્યાં ટેસ્લાના માલિક ઇલોન મસ્ક (Elon Musk) ની સંપત્તિ કુદકે ને ભૂસકે વધી રહી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, મસ્ક 677 અબજ ડોલરની જંગી સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. તેમની આસપાસ પણ કોઈ નથી. આ ઉપરાંત, લેરી એલિસન પણ પોતાની સંપત્તિ વધારવામાં સફળ રહ્યા છે અને તેઓ 213 અબજ ડોલર સાથે છઠ્ઠા સ્થાને છે. બીજી તરફ, ટેકનોલોજી સેક્ટરના અન્ય માંધાતાઓ માટે સમય થોડો મુશ્કેલ રહ્યો છે. લેરી પેજ, માર્ક ઝુકરબર્ગ અને જેફ બેઝોસ જેવા દિગ્ગજો ટોપ-5 માં હોવા છતાં તેમની સંપત્તિમાં મોટો ઘટાડો નોંધાયો છે.

ટોપ-10 અબજપતિઓની યાદી (સંપત્તિ ડોલરમાં)
ઇલોન મસ્ક: 677 અબજ ડોલર
લેરી પેજ: 263 અબજ ડોલર
સર્ગેઈ બ્રિન: 245 અબજ ડોલર
માર્ક ઝુકરબર્ગ: 226 અબજ ડોલર
જેફ બેઝોસ: 225 અબજ ડોલર
લેરી એલિસન: 213 અબજ ડોલર
બર્નાર્ડ આર્નોલ્ટ: 174 અબજ ડોલર (લક્ઝરી ગુડ્સ)
જિમ વોલ્ટન: 158 અબજ ડોલર
રોબ વોલ્ટન: 154 અબજ ડોલર
એલિસ વોલ્ટન: 154 અબજ ડોલર

આમ, 2026 ના વર્ષમાં અબજપતિઓની યાદીમાં રિટેલ સેક્ટરનો પાવર વધતો જોવા મળી રહ્યો છે, જ્યારે ટેક શેરોમાં વોલેટિલિટીને કારણે ઘણા જૂના ખેલાડીઓની રેન્કિંગ પર અસર પડી છે. જોકે, ઇલોન મસ્કનું સામ્રાજ્ય હાલમાં અડીખમ ઉભું છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!