મહિલા કુસ્તીબાજ ઉત્પીડન કેસ: બ્રિજ ભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર

મહિલા કુસ્તીબાજોના ઉત્પીડન કેસમાં દિલ્હીની કોર્ટે પૂર્વ સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહને નિર્દોષ જાહેર કર્યા છે. 1,133 દિવસની લાંબી કાનૂની પ્રક્રિયા બાદ આ ચુકાદો આવ્યો છે.

મહિલા કુસ્તીબાજોના કથિત યૌન ઉત્પીડન કેસમાં પૂર્વ ભાજપ સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. કોર્ટે આ મામલે બ્રિજ ભૂષણ અને સહ-આરોપી વિનોદ તોમરને નિર્દોષ જાહેર કરી બરી કર્યા છે.

કેસની મુખ્ય વિગતો
નિર્ણયની પૃષ્ઠભૂમિ: આ કેસમાં 2 જુલાઈ, 2026 ના રોજ દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો, જે આજે જાહેર કરવામાં આવ્યો છે.

લાંબી કાનૂની પ્રક્રિયા:
જાન્યુઆરી 2023 માં સામે આવેલા આ હાઈ-પ્રોફાઈલ કેસમાં કુલ 1,133 દિવસ સુધી કાર્યવાહી ચાલી હતી અને આ સમયગાળા દરમિયાન 127 સુનાવણીઓ થઈ હતી.

અગાઉના આદેશો: મે 2024 માં કોર્ટે બ્રિજ ભૂષણ વિરુદ્ધ ગુનાહિત ધમકી આપવાના આરોપ નક્કી કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, છ ફરિયાદીઓમાંથી એક મહિલા કુસ્તીબાજની ફરિયાદમાં તેમને અગાઉ જ આરોપમુક્ત કરવામાં આવ્યા હતા.કોર્ટના આ ચુકાદાથી બ્રિજ ભૂષણ શરણ સિંહને મોટી કાનૂની રાહત મળી છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!