અમેરિકામાં હિન્દુ મંદિર પર હુમલાનું કાવતરું? 19 વર્ષીય યુવકની ધરપકડ

અમેરિકાના ઇલિનોય રાજ્યમાં હિન્દુ મંદિરને નિશાન બનાવીને સામૂહિક ગોળીબાર કરવાના કથિત કાવતરાના કેસમાં 19 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે.

અમેરિકાના ઇલિનોય રાજ્યમાં હિન્દુ મંદિરને નિશાન બનાવીને સામૂહિક ગોળીબાર કરવાના કથિત કાવતરાના કેસમાં 19 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. Chicago Hindu Temple News મુજબ, એલેક્ઝેન્ડ્રોસ પાપોરકિસ નામના આરોપી સામે આતંકવાદી ધમકી આપવા અને ગેરકાયદે હથિયાર રાખવાના આરોપો મૂકવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, 11 ઑક્ટોબર, 2026ના રોજ મળેલી માહિતીના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. આરોપીના એક સહકર્મીએ તેની શંકાસ્પદ ઇલેક્ટ્રોનિક વાતચીત અંગે પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પેલેટાઇન અને માઉન્ટ પ્રોસ્પેક્ટ પોલીસ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી.

તપાસમાં હથિયારો અને દસ્તાવેજ મળ્યા

તપાસ દરમિયાન આરોપીના નિવાસસ્થાનેથી રાઇફલ, ભરેલી મેગેઝિન, મોટી સંખ્યામાં કારતૂસ અને બોડી આર્મર સહિતની વસ્તુઓ મળી આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. અધિકારીઓએ એક દસ્તાવેજની પણ તપાસ કરી હતી, જેમાં શ્વેત વર્ચસ્વવાદી અને કટ્ટરપંથી વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે. તેમાં ભારતીય મૂળના લોકો સહિત વિવિધ સમુદાયોને નિશાન બનાવવાની વાતો હોવાનો આરોપ છે.તપાસકર્તાઓને આશંકા છે કે આરોપી ઔરોરા વિસ્તારમાં આવેલા હિન્દુ ધાર્મિક સ્થળ પર હુમલાનું આયોજન કરી રહ્યો હતો. જોકે, કયા ચોક્કસ સ્થળને નિશાન બનાવવાનું હતું તેની તપાસ હજુ ચાલુ હોવાનું પોલીસના અહેવાલમાં જણાવાયું છે.

ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી પ્રતિક્રિયા

શિકાગોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે અમેરિકી કાયદા અમલીકરણ એજન્સીઓની સમયસરની કાર્યવાહીનું સ્વાગત કર્યું છે. ભારતીય સમુદાયના સભ્યો સાથે સંપર્કમાં રહી પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી હોવાનું પણ જણાવાયું છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!