ઓનલાઈન મની ગેમિંગ પરના સરકારી પ્રતિબંધ બાદ, Dream11ની પેરેન્ટ કંપની Dream Sports હવે ફાઈનાન્સિયલ સર્વિસીસમાં પગ મૂકી રહી છે. જાણો કેવી રીતે નવી ‘ડ્રીમ મની’ એપ દ્વારા કંપની ગોલ્ડ અને FDમાં રોકાણની સુવિધા આપશે.

અમદાવાદ, સોમવાર
ઓનલાઈન મની ગેમિંગ પ્લેટફોર્મ Dream11ની પેરેન્ટ કંપની Dream Sports, હવે એક નવા બિઝનેસ સેક્ટરમાં પ્રવેશ કરી રહી છે. સરકાર દ્વારા ઓનલાઈન મની ગેમ્સ પરના કડક પ્રતિબંધ પછી કંપનીએ FinTech સેક્ટરમાં એન્ટ્રી કરવાનો નિર્ણય લીધો છે. આ માટે તેઓ એક નવી એપ “ડ્રીમ મની” લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ નવો પ્રોજેક્ટ Dream Finance બ્રાન્ડ હેઠળ શરૂ થશે.
ગેમિંગ પર પ્રતિબંધ, બિઝનેસમાં બદલાવ
Dream Sports ભારતમાં પૈસા આધારિત ઓનલાઈન ગેમ્સનો એક મોટો પ્લેયર હતો, પરંતુ સરકારે ઓનલાઈન મની ગેમિંગને એક ગંભીર સામાજિક સમસ્યા ગણાવીને તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો. સંસદમાં બિલ પાસ થયા બાદ Dream11ને તેની બધી મની-બેઝ્ડ ગેમ્સ બંધ કરવી પડી હતી. આ પ્રતિબંધ પછી, કંપનીએ તેના બિઝનેસ મોડલમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.
શું ઓફર કરશે નવી ‘ડ્રીમ મની’ એપ?
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ નવી એપ છેલ્લા કેટલાક મહિનાથી પાઈલટ પ્રોજેક્ટ તરીકે ચાલી રહી છે. Google Play Store પર ઉપલબ્ધ માહિતી અનુસાર, આ એપ દ્વારા યુઝર્સ રોકાણ કરી શકશે. એપમાં મુખ્યત્વે 2 સર્વિસ હશે:
દરરોજ 10થી શરૂ થતી ગોલ્ડની ખરીદી.
1,000થી શરૂ થતી ફિક્સ્ડ ડિપોઝિટ (FD) સેવા.
આ એપ Dream Sportsના યુનિટ Dream Suit દ્વારા ડેવલપ કરવામાં આવી છે. Dream Suit Financeનો હેતુ યુઝર્સને “સીમલેસ ફાઇનાન્સિયલ સર્વિસિસ” આપવાનો છે.
નવા ક્ષેત્રોમાં કંપનીનું ડાયવર્સિફિકેશન
મની ગેમિંગ પર પ્રતિબંધ હોવા છતાં, Dream Sports તેના અન્ય બિઝનેસ ચલાવી રહી છે. કંપની પાસે સ્પોર્ટ્સ એક્સપિરિયન્સ અને ટ્રાવેલ પ્લેટફોર્મ ‘ડ્રીમ સેટ ગો’, સ્પોર્ટ્સ ઇવેન્ટ ટિકિટિંગ સર્વિસ ‘ફેનકોડ’, અને સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ યુનિટ ‘ડ્રીમ ગેમ સ્ટુડિયો’ જેવી કંપનીઓ પણ છે. આ નવું ફાઈનાન્સિયલ વેન્ચર કંપની માટે એક મોટો મોવ સાબિત થઈ શકે છે. સરકાર હવે ઈ-સ્પોર્ટ્સ અને સોશિયલ ગેમિંગને પ્રમોટ કરી રહી છે. આ સ્થિતિમાં, Dream Sportsનો આ નિર્ણય તેના બિઝનેસને સસ્ટેઈનેબલ બનાવવા અને ભવિષ્ય માટે નવી તકો ઊભી કરવા માટે એક વ્યૂહાત્મક પગલું માનવામાં આવે છે.











