ગાંધીનગરમાં નશામાં ધૂત ડ્રાઈવરનો આતંક, રાંદેસણ પાસે સર્વિસ રોડ પર 2નો લીધો ભોગ

આ દુર્ઘટનામાં કુલ 2 લોકોના મોત થયા છે અને અન્ય કેટલાક લોકો સિવિલ હોસ્પિટલ અને SMVS હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

 

ગાંધીનગર, શુક્રવાર
ગાંધીનગરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં નશાની હાલતમાં એક ડ્રાઈવરે બેફામ રીતે કાર ચલાવીને નિર્દોષ લોકોનો ભોગ લીધો છે. રાંદેસણના ભાઇજીપુરાથી સિટીપલ્સવાળા સર્વિસ રોડ પર બનેલી આ ઘટનામાં, ટાટા સફારી કારના ડ્રાઈવરે રાહદારીઓ અને વાહનચાલકોને અડફેટે લીધા હતા, જેમાં એક મહિલા સહિત કુલ 2 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ઘણા ગંભીર રીતે ઘાયલ થયા છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, GJ 18 EE 7887 નંબરની ટાટા સફારી કારનો ડ્રાઈવર ફૂલ સ્પીડમાં કાર હંકારી રહ્યો હતો. તેણે રસ્તા પર ચાલતા લોકોને અને વાહનચાલકોને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં કુલ 2 લોકોના મોત થયા છે અને અન્ય કેટલાક લોકો સિવિલ હોસ્પિટલ અને SMVS હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મૃતકોના નામ:
હંસાબેન રોહિતકુમાર વાઘેલા (ઉંમર 56)
નીતિનભાઈ પ્રતાપભાઈ વીલર (ઉંમર 63)
સારવાર હેઠળ:-

સિવિલ
કામિનીબેન બીપિનભાઈ ઓઝા (ઉંમર 65)

SMVS
બીપિનભાઈ ઓઝા (ઉંમર 75)
મયૂરભાઈ જોષી (ઉંમર 65)

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ કાર હિતેશ વિનુભાઈ પટેલના નામે નોંધાયેલી છે અને અકસ્માત સર્જનાર પણ તે જ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ગાંધીનગરમાં સનસનાટી મચાવી છે અને નશામાં ડ્રાઇવિંગ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

જાણો હિટ એન્ડ રનના કાયદો વિશે

હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.

ગાંધીનગરમાં બેનો ભોગ લેનનાર નશેડી હિતેશ પટેલનું શું કરવું જોઈએ?  અહીં  કોમેન્ટ  આપીને  જણાવો

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!