FD: યુવાનો માટે રૂપિયાનો પહાડ બનાવવાની સીક્રેટ સ્કીમ, જાણો 5 મોટા ફાયદા!

જીવનમાં ક્યારેય પણ અણધારી મુશ્કેલીઓ આવી શકે છે, જેમ કે અચાનક નોકરી ગુમાવવી, મેડિકલ ઇમરજન્સી અથવા કોઈ મોટો ખર્ચ. આવા સમયે તમારી FD એક સુરક્ષા કવચ તરીકે કામ કરે છે.

અમદાવાદ, સોમવાર
શું તમને પણ લાગે છે કે ફિક્સ્ડ ડિપોઝિટએ ફક્ત વડીલો માટેનો રોકાણ વિકલ્પ છે? જો હા, તો તમે એક મોટી ભૂલ કરી રહ્યા છો! ઘણા લોકો FD ને જૂની અને ધીમો ઓપ્શન માને છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે જો તમે તમારી યુવાનીમાં જ FD માં રોકાણ કરવાનું શરૂ કરો છો, તો તે તમારા માટે રૂપિયાનો પહાડ બનાવી શકે છે. ચાલો જાણીએ યુવાનીમાં FD શરૂ કરવાના 5 જબરદસ્ત ફાયદા, જે કદાચ 99% લોકો નથી જાણતા!

1. કમ્પાઉન્ડિંગની આઠમી અજાયબીનો લાભ
સૌથી મોટો ફાયદો છે કમ્પાઉન્ડિંગ. જ્યારે તમે નાની ઉંમરે FD માં રોકાણ કરો છો, ત્યારે તમારા પૈસા પર મળતું વ્યાજ પણ ફરીથી રોકાઈને વ્યાજ કમાવે છે. આ પ્રક્રિયા લાંબા ગાળે તમારા રોકાણને અનેક ગણું વધારી દે છે. આને આલ્બર્ટ આઈન્સ્ટાઈને વિશ્વની આઠમી અજાયબી ગણાવી હતી. જેટલો વહેલો તમે શરૂ કરશો, તેટલો વધુ સમય કમ્પાઉન્ડિંગને કામ કરવા મળશે અને તમારા પૈસા ઝડપથી વધશે.

2. નાણાકીય શિસ્તની પહેલી શાળા
પગાર આવતાની સાથે જ ખર્ચ કરવાની આદત સૌ કોઈને હોય છે. પરંતુ FD માં રોકાણ તમને નાણાકીય શિસ્ત શીખવે છે. જ્યારે તમે એક ચોક્કસ રકમ ચોક્કસ સમયગાળા માટે FD માં લોક કરો છો, ત્યારે તમે બિનજરૂરી ખર્ચાઓ ટાળો છો. આનાથી બચત કરવાની આદત કેળવાય છે, જે ભવિષ્યમાં SIP અને અન્ય મોટા રોકાણો માટે પાયો નાખે છે.

3. ઇમરજન્સી માટે સુરક્ષા કવચ
જીવનમાં ક્યારેય પણ અણધારી મુશ્કેલીઓ આવી શકે છે, જેમ કે અચાનક નોકરી ગુમાવવી, મેડિકલ ઇમરજન્સી અથવા કોઈ મોટો ખર્ચ. આવા સમયે તમારી FD એક સુરક્ષા કવચ તરીકે કામ કરે છે. તમારે કોઈની પાસે હાથ લાંબો કરવો પડતો નથી કે મોંઘી પર્સનલ લોન લેવી પડતી નથી. FD માં રહેલા પૈસા તમને આવા સમયે આર્થિક રીતે મદદરૂપ થાય છે.

4. તમારા સપનાનું ડાઉન પેમેન્ટ
તમારી પહેલી બાઇક ખરીદવી હોય, સપનાના ઘર માટે ડાઉન પેમેન્ટ ભેગું કરવું હોય કે પછી વિદેશ પ્રવાસ પર જવું હોય – આ બધા માટે પૈસાની જરૂર પડે છે. નાની ઉંમરે FD માં રોકાણ શરૂ કરવાથી તમે આ મોટા ગોલ્સ માટે પૈસા સરળતાથી બચાવી શકો છો. FD એક સુરક્ષિત અને પ્લાન્ડ રીતે તમારા સપના સાકાર કરવામાં મદદ કરે છે.

5. ઝીરો-ટેન્શન સાથે ગેરંટેડ ગ્રોથ
શેરબજારમાં રિસ્ક હૈ તો ઇશ્ક હૈ જેવું વાતાવરણ હોય છે, પરંતુ FD માં વિશ્વાસ છે તો સુકૂન છે. અહીં બજારના ઉતાર-ચઢાવનું કોઈ ટેન્શન નથી હોતું. FD માં તમને ગેરંટેડ રિટર્ન મળે છે, જે તમને માનસિક શાંતિ આપે છે. આ તમારા પોર્ટફોલિયોને સ્થિર બનાવે છે અને 5 લાખ સુધીની જમા રકમ પર DICGC ગેરંટી પણ મળે છે. આ તમામ લાભ મેળવવા માટે FD રોકાણ સમયસર શરૂ કરવું આવશ્યક છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!