ઝારખંડ હાઈકોર્ટમાં વકીલ-જજ વચ્ચે ઉગ્ર દલીલો: વકીલ મહેશ તિવારી વિરુદ્ધ કોર્ટની અવમાનનાનો કેસ

ઝારખંડ હાઈકોર્ટમાં વીજળી બિલને લઈને ચાલી રહેલી એક સુનાવણી દરમિયાન વકીલ અને જજ વચ્ચે ભારે શાબ્દિક ટપાટપી જોવા મળી હતી

ઝારખંડ હાઈકોર્ટમાં વીજળી બિલને લઈને ચાલી રહેલી એક સુનાવણી દરમિયાન વકીલ અને જજ વચ્ચે ભારે શાબ્દિક ટપાટપી જોવા મળી હતી, જેના પગલે કોર્ટે વકીલ મહેશ તિવારી વિરુદ્ધ કોર્ટની અવમાનના (Criminal Contempt) નો કેસ દાખલ કર્યો છે.

વકીલ મહેશ તિવારી એક વિધવા મહિલા તરફથી દાખલ કરાયેલી અરજીમાં હાજર હતા. આ મહિલાના ઘરનું વીજળી કનેક્શન સવા લાખથી વધુ બાકી હોવાને કારણે કાપી નાખવામાં આવ્યું હતું. જસ્ટિસ રાજેશ કુમારની સિંગલ બેન્ચમાં સુનાવણી દરમિયાન, વકીલ તિવારીએ જજને ઉદ્દેશીને તીખા શબ્દો કહ્યા હતા.

રિપોર્ટ અનુસાર, દલીલો દરમિયાન વકીલ તિવારીએ કહ્યું: “હું મારી રીતે દલીલ કરી શકું છું, તમારી રીતે નહીં. મહેરબાની કરીને ધ્યાન રાખો. કોઈ વકીલનું અપમાન કરવાનો પ્રયાસ ન કરો, હું તમને કહી રહ્યો છું. સર, દેશ જ્યુડિશિયરી સાથે બળી રહ્યો છે (દેશ જલ રહા હૈ). આ મારા શબ્દો છે. તમે જજ બની ગયા છો, અમે નથી જાણતા, અમે વકીલ છીએ. લિમિટ ક્રોસ ન કરો, મહેરબાની કરીને. મેં છેલ્લા 40 વર્ષથી પ્રેક્ટિસ કરી છે.”

આના જવાબમાં જસ્ટિસ રાજેશ કુમારે પણ કહ્યું હતું કે, “તિવારીજી, ખોપડી ખાલી કરીને નથી બેઠા ને, ખોપડીમાં છે કંઈક.” આ ઘટનાના એક દિવસ બાદ, ચીફ જસ્ટિસ તરલોક સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ફૂલ બેન્ચ દ્વારા મહેશ તિવારી વિરુદ્ધ ક્રિમિનલ કન્ટેમ્પ્ટ કેસની સુનાવણી શરૂ કરવામાં આવી હતી, જે હવે 11 નવેમ્બરના રોજ લિસ્ટ થયેલ છે

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!