યુએસ આર્મી બેઝ પર ગોળીબાર, પાંચ સૈનિકોને વાગી ગોળી

અમેરિકાના જ્યોર્જિયામાં એક આર્મી બેઝ પર ગોળીબાર થયો છે. આ ગોળીબારની ઘટનામાં પાંચ સૈનિકોને ગોળી વાગી છે

નવી દિલ્હી, બુધવાર:  અમેરિકાના જ્યોર્જિયામાં એક આર્મી બેઝ પર ગોળીબાર થયો છે. આ ગોળીબારની ઘટનામાં પાંચ સૈનિકોને ગોળી વાગી છે. ફોર્ટ સ્ટુઅર્ટે જણાવ્યું હતું કે 2જી આર્મર્ડ બ્રિગેડ કોમ્બેટ ટીમ વિસ્તારમાં ગોળીબારના સમાચાર યુએસ સમય મુજબ સવારે 10:56 વાગ્યે મળ્યા હતા અને 11:35 વાગ્યે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, બેઝ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હવે કોઈ સક્રિય ખતરો નથી. ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હોસ્પિટલના અધિકારીઓએ એબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે તેમની હાલત હજુ પણ ગંભીર છે, બે પીડિતોને સવાનાહના મેમોરિયલ હેલ્થ યુનિવર્સિટી મેડિકલ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી એક ટ્રોમા સેન્ટરમાં છે. ટ્રમ્પને ઘટના વિશે જાણ કરવામાં આવી હતી જ્યોર્જિયાના ગવર્નર બ્રાયન કેમ્પે ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે અને પીડિતોની સ્થિતિમાં સુધારો થાય તે માટે પ્રાર્થના કરી છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિના લેવિટના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ગોળીબાર વિશે જાણ કરવામાં આવી છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!