ગાંધીનગર મનપા ચૂંટણીમાં ૨૭% OBC અનામત અને નવા રોટેશનથી બેઠકોનું ચિત્ર બદલાયું, દિગ્ગજોના પત્તા કપાવાના એંધાણ.

ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ૨૭ ટકા પછાતવર્ગ (OBC) અનામતના અમલ સાથે નવું રોટેશન જાહેર કરી દેવાયું છે. કુલ ૧૧ વોર્ડની ૪૪ બેઠકોનું નવું ચિત્ર સામે આવતા જ ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોમાં દોડધામ મચી ગઈ છે. બેઠકોનું સ્વરૂપ બદલાઈ જતાં વર્તમાન કોર્પોરેટરો અને દાવેદારોની ગણતરીઓ સંપૂર્ણપણે ઊંધી વળી ગઈ છે, જેને કારણે ઘણા દિગ્ગજ નેતાઓએ નવો વોર્ડ શોધવો પડશે અથવા તો ટિકિટ ગુમાવવાનો વારો આવશે.
વોર્ડ ૨, ૩ અને ૬ના સામાન્ય વર્ગના ઉમેદવારોની કપરી સ્થિતિ
નવા જાહેરનામા મુજબ વોર્ડ નંબર ૨ અને ૩માં અગાઉ જે સામાન્ય બેઠકો હતી, તેમાંથી હવે એક બેઠક SC મહિલા અને એક બેઠક OBC માટે અનામત કરી દેવામાં આવી છે. વોર્ડ નંબર ૬માં તો સ્થિતિ વધુ રોચક બની છે, જ્યાં ૪ માંથી ૩ બેઠકો (ST મહિલા, OBC મહિલા અને SC સામાન્ય) અનામત વર્ગમાં જતી રહેતાં પુરુષ સામાન્ય વર્ગ માટે માત્ર એક જ બેઠક બચી છે. આ જ રીતે વોર્ડ નંબર ૭ અને ૯ માં પણ અનામતના કારણે સામાન્ય કેટેગરીની બેઠકો પર મોટી કાતર ફરી વળી છે.
૪૪ માંથી બરાબર ૫૦ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત
મનપાની કુલ ૪૪ બેઠકોની નવી સમીકરણ મુજબ વહેંચણી કરવામાં આવી છે. જેમાંથી OBC માટે ૧૨ બેઠકો (૬ મહિલા અનામત), સામાન્ય વર્ગ માટે ૨૬ બેઠકો (૧૩ મહિલા અનામત), SC માટે ૫ બેઠકો (૨ મહિલા અનામત) અને ST માટે ૧ મહિલા અનામત બેઠક ફાળવાઈ છે. આમ, સમગ્ર મહાનગરપાલિકા બોર્ડમાં બરાબર ૫૦ ટકા એટલે કે ૨૨ બેઠકો પર મહિલા અનામત લાગુ થશે.
દાવેદારો માટે લોઢાના ચણા ચાવવા સમાન સ્થિતિ
એક તરફ જ્યાં જૂના અને સીટિંગ કોર્પોરેટરોની કારકિર્દી પર સંકટના વાદળો ઘેરાયા છે, ત્યાં બીજી તરફ મહિલાઓ અને OBC સમાજના નવા ચહેરાઓ માટે રાજકીય દ્વાર ખુલી ગયા છે. જે વોર્ડમાં સામાન્ય બેઠકો ઘટી છે ત્યાં આંતરિક અસંતોષ અને બળવો થવાની શક્યતાઓ છે. જ્ઞાતિગત સમીકરણો અને નવા માળખાને ધ્યાનમાં રાખીને સક્ષમ ઉમેદવારોની પસંદગી કરવી એ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો માટે ભારે મુશ્કેલ બની રહેશે.
નવા રોટેશનથી સ્થાનિક રાજકારણમાં ભયાનક ખળભળાટ