ગાંધીનગરઃ માણસામાં આવાસ યોજનામાં વર્ક્સ મેનેજર 3500ની લાંચ લેતા ઝડપાયા

ફરિયાદીએ લાંચ આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો અને તરત જ ગાંધીનગર ACBનો સંપર્ક સાધ્યો. ACBએ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક છટકું ગોઠવવાનું નક્કી કર્યું.

ગાંધીનગર, ગુરૂવાર
પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી જનકલ્યાણકારી યોજનાઓમાં પણ ભ્રષ્ટાચારની જાળ બિછાવનારા તત્વો સામે ગુજરાત એન્ટિ કરપ્શન બ્યુરો સક્રિય બની છે. ગાંધીનગર ACBએ માણસા તાલુકા પંચાયતના વર્ક્સ મેનેજર ઝંખિતકુમાર મહેન્દ્રભાઈ રાવળને 3500ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે, જેનાથી ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

શું હતો મામલો?
પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદીના પિતાના નામે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન મંજૂર થયું હતું. આ મકાન માટે લાભાર્થીના પિતાના ખાતામાં 50,000 જમા કરાવવાના હતા. આ રકમ જમા કરાવવા માટે વર્ક્સ મેનેજર ઝંખિતકુમાર રાવળે ફરિયાદી પાસેથી 3500ની લાંચની માંગણી કરી હતી.

ફરિયાદીએ લાંચ આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો અને તરત જ ગાંધીનગર ACBનો સંપર્ક સાધ્યો. ACBએ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક છટકું ગોઠવવાનું નક્કી કર્યું.

કેવી રીતે પકડાયા લાંચિયા બાબુ?
ગાંધીનગર ACBની ટીમે માણસા બસ સ્ટેન્ડ નજીક આવેલા મહારાજા પાનપાર્લર ખાતે ઝંખિતકુમારને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. યોજના મુજબ, જેવી જ આરોપી ઝંખિતકુમારે ફરિયાદી પાસેથી 3500ની લાંચની રકમ સ્વીકારી, કે તરત જ ACBની ટીમે તેમને રંગેહાથ ઝડપી લીધા.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!