સોનાક્ષી સિંહાના ઘરમાં ભૂત ! જાતે કર્યો ડરામણો અનુભવ શેર

બોલિવૂડની પ્રસિદ્ધ અભિનેત્રી સોનાક્ષી સિંહા લગ્ન બાદ ચર્ચામાં રહી છે

સોનાક્ષી સિંહાના ઘરમાં ભૂત ! જાતે કર્યો ડરામણો અનુભવ શેર

મુંબઈ, શનિવાર : બોલિવૂડની પ્રસિદ્ધ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ એક ઈન્ટરવ્યૂમાં પોતાના ઘરમાં બનેલો એક કિસ્સો જણાવ્યો હતો. આ કિસ્સામાં તે ભયભીત બની હતી. સોનાક્ષી સિંહાએ પોતાની પેરાનોર્મલ રોમાંચક ફિલ્મ ‘નિકિતા રૉય’ના પ્રમોશન દરમિયાન એક ઈન્ટરવ્યૂમાં પોતાના જીવનમાં બનેલી એક ડરામણી ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.

જેણાં તેણે જણાવ્યું હતું કે, પહેલાં હું ભૂતો પર જરાંય વિશ્વાસ કરતી ન હતી. પરંતુ એક રાત્રે એવુ બન્યું કે, મારો વિશ્વાસ ડગમગી ઉઠ્યો.
સોનાક્ષીએ કહ્યું કે, હું વહેલી સવારે ચાર વાગ્યે ઊંઘી રહી હતી. ત્યારે અચાનક મને એવુ લાગ્યું કે, જાણે મને કોઈ જગાડી રહ્યું છે. મારા શરીર પર એક અજીબ દબાણનો અનુભવ થયો, જેમ કે, મારી ઉપર કોઈ બેસી ગયુ હોય. હું ખૂબ ડરી ગઈ, મારી આંખો પણ ખોલી શકી નહીં અને મુવમેન્ટ પણ કરી શકતી ન હતી. જ્યાં સુધી મારા રૂમમાં પ્રકાશ ન પથરાયો ત્યાં સુધી હું સ્તબ્ધ બની બેડ પર પડી રહી. જો કે, ત્યારબાદ મને કોઈ આવો અનુભવ થયો નથી. જેથી મને લાગ્યું કે, આ એક હાનિરહિત ભૂત હતું.સોનાક્ષીએ આટલેથી ન અટકતાં કહ્યું કે, આગલી રાત્રે મેં હિંમત કરીને અજાણી સત્તા સાથે વાત કરવાનો નિર્ણય લીધો. મેં ઘરમાં જોર-જોરથી બૂમો પાડી હતી કે, જે કાલે રાત્રે આવ્યા હતાં. પ્લીઝ ફરી મારી સાથે આવુ ન કરતાં. અને આશ્ચર્યજનક ફરી ક્યારેય મને આવો અનુભવ થયો નથી. બાદમાં સોનાક્ષીએ હળવા અંદાજમાં કહ્યું કે, કદાચ તે ભૂત મારી વાત માની ગયું. કદાચ આ એક નુકસાન ન પહોંચાડનારૂ ભૂત હતું.

Weu Network
Author: Weu Network

Leave a Comment

Read More

error: Content is protected !!