હવે UPI થી ટ્રાન્સફર પર ચાર્જ લાગશે? MDR ચાર્જ લાગુ કરાશે!

કેન્દ્ર સરકારે પેમેન્ટ કાયદામાં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે હેઠળ ભવિષ્યમાં ₹2,000થી વધુના વેપારી (P2M) UPI વ્યવહારો પર સામાન્ય MDR ચાર્જ લાગુ થઈ શકે છે. જો કે, સામાન્ય ગ્રાહકો માટે UPI વ્યવહારો અગાઉની જેમ જ મફત રહેશે.

ભારતમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને લઈને એક મોટો અહેવાલ સામે આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવ અને કાયદાકીય સુધારા મુજબ, આગામી સમયમાં ચોક્કસ મર્યાદા (જેમ કે ₹2,000થી વધુ) ના યુપીઆઈ (UPI) વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાની દરખાસ્ત પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

મુખ્ય વિગતો અને આયોજન
સામાન્ય ગ્રાહકો પર કોઈ ભાર નહીં: આ પ્રસ્તાવિત ફેરફાર માત્ર વેપારીઓ અને કોર્પોરેટ ટ્રાન્ઝેક્શન (P2M – Person to Merchant) માટે છે. સામાન્ય વ્યક્તિ-થી-વ્યક્તિ (P2P) થતા રોજિંદા યુપીઆઈ વ્યવહારો સંપૂર્ણપણે મફત જ રહેશે અને ગ્રાહકોએ કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં.

પેમેન્ટ એન્ડ સેલમેન્ટ સિસ્ટમ એક્ટમાં સુધારો:
સરકાર દ્વારા સંસદમાં રજૂ કરાયેલા બિલમાં આ કાયદાકીય જોગવાઈઓમાં ફેરફાર કરવાની તૈયારી છે, જેથી ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમને આર્થિક રીતે વધુ ટકાઉ બનાવી શકાય.બેંકો અને પેમેન્ટ કંપનીઓને રાહત: નિષ્ણાતોના મતે, યુપીઆઈના સતત વધી રહેલા પ્રવાહ વચ્ચે બેંકો અને પેમેન્ટ ગેટવેને મજબૂત બનાવવા માટે આ પગલું મહત્વનું સાબિત થઈ શકે છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!