ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રની તારીખો જાહેર

ગુજરાત વિધાનસભાનું 3 દિવસીય ચોમાસુ સત્ર આગામી 8, 9 અને 10 સપ્ટેમ્બર 2026 દરમિયાન મળશે. આ ટૂંકા સત્ર દરમિયાન સરકારી કામકાજ, મહત્વના વિધેયકો (બિલો) અને પ્રશ્નોત્તરી કાળ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું છે કે આગામી 8, 9 અને સપ્ટેમ્બર 10 એમ કુલ 3 દિવસ માટે આ ચોમાસા સત્ર મળશે. આ ટૂંકા સત્ર દરમિયાન સરકારી કામકાજ, મહત્વના વિધેયકો (બિલો) અને પ્રશ્નોત્તરી કાળ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

સત્રની મુખ્ય વિશેષતાઓ અને આયોજન
મહત્વના વિધેયકો: આ ટૂંકા સત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા કેટલાક મહત્વના સરકારી વિધેયકો ગૃહમાં રજૂ કરવામાં આવશે.પ્રજાના પ્રશ્નોને અગ્રતા: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સ્પષ્ટ કર્યું છે કે ચોમાસુ સત્રમાં જનતાના પ્રશ્નોને પૂરતું મહત્વ આપવામાં આવશે. રાજ્યના તમામ ધારાસભ્યો પોતાના મતવિસ્તારની સમસ્યાઓ અને પ્રશ્નો ગૃહમાં અસરકારક રીતે રજૂ કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે.

ઓનલાઇન પ્રશ્નો રજૂ કરવાની તક:
સત્રનું આહ્વાન થયા બાદ આગામી 1 અઠવાડિયા સુધી તમામ ધારાસભ્યો ઓનલાઇન માધ્યમથી પોતાના પ્રશ્નો વિધાનસભામાં રજૂ કરી શકશે. આ ઓનલાઇન પ્રશ્નો પર સત્ર દરમિયાન પ્રશ્નોત્તરી કાળમાં સત્તાવાર ચર્ચા થશે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!