ગુજરાત હાઈકોર્ટનો નવરાત્રી માટે મોટો આદેશ: બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વિનાની ગાડીઓ પર હવે થશે સીધી કાર્યવાહી!

ગુજરાત હાઈકોર્ટે નવરાત્રીને ધ્યાનમાં રાખીને સુરક્ષાને પ્રાધાન્ય આપતા બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વિનાની ગાડીઓ સામે કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે. આ આદેશ ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને પણ ધ્યાનમાં રાખીને અપાયો છે.

અમદાવાદ, ગુરૂવાર
નવરાત્રીનો તહેવાર નજીક છે અને તેની સાથે જ ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે, જે સીધો શહેરની સુરક્ષા સાથે જોડાયેલો છે. અમદાવાદમાં ટ્રાફિક અને પાર્કિંગની ગંભીર સમસ્યા અંગે ચાલી રહેલી સુનાવણી દરમિયાન, હાઈકોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે બ્લેક ફિલ્મ લગાવેલી અને નંબર પ્લેટ વિનાની ગાડીઓ સામે સખ્ત પગલાં લેવામાં આવે.

કોર્ટે ખાસ કરીને તહેવારોની સિઝનમાં સુરક્ષાને સૌથી મોટી પ્રાયોરિટી આપી છે. કોર્ટે જણાવ્યું છે કે આવાં વાહનોનો ઉપયોગ કોઈ પણ અનિચ્છનીય પ્રવૃત્તિ માટે થઈ શકે છે, તેથી તેના પર તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ. આ નિર્ણય માત્ર બ્લેક ફિલ્મવાળી ગાડીઓ પૂરતો મર્યાદિત નથી, પરંતુ એવાં તમામ વાહનોને પણ આવરી લે છે જે નિયમોનું ઉલ્લંઘન કરીને નંબર પ્લેટ વિના રોડ પર ફરે છે.

અદાલતમાં રજૂ થયેલા એફિડેવિટ મુજબ, અમદાવાદ પોલીસે 19 ઓક્ટોબરથી 15 સપ્ટેમ્બર સુધીમાં રોડ પરના દબાણ અને ટ્રાફિકની સમસ્યા પર કાર્યવાહી કરી છે. સરકારી વકીલ જી.એચ. વિર્કએ કોર્ટને માહિતી આપી કે એચએલ કોલેજ, સેફ્ટ કોલેજ, અને આઈઆઈએમ રોડ પરથી ગેરકાયદેસર દબાણ હટાવી દેવામાં આવ્યા છે.

પોલીસ કમિશનરે પણ ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા હલ કરવા માટે અનેક સૂચનો આપ્યા છે. સરકારી વકીલના જણાવ્યા અનુસાર, હવે લોકોમાં પણ ટ્રાફિક સેન્સ વધી રહી છે અને રોડ પર ગેરકાયદે પાર્કિંગ કરતાં વાહનો સામે પણ કડક કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે.

હાઈકોર્ટે રાજ્ય સરકાર દ્વારા રોડ પરના દબાણ અને ટ્રાફિક હટાવવા માટે કરવામાં આવેલા પ્રયાસોની નોંધ લીધી છે. આ કેસની વધુ સુનાવણી આવતા બુધવારે થવાની છે. આ પગલાથી આશા છે કે નવરાત્રી દરમિયાન શહેરના માર્ગો પર સલામતી અને ટ્રાફિક મેનેજમેન્ટ વધુ સુચારુ બનશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!