દેશના વિવિધ ભાગોમાં સક્રિય વરસાદી સિસ્ટમોને કારણે અલગ-અલગ રાજ્યો માટે વિવિધ ચેતવણીઓ જારી કરવામાં આવી છે. કેટલાક રાજ્યોમાં હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે, જ્યારે અમુક પહાડી અને મેદાની વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

અમદાવાદ, શુક્રવાર
ભારતીય હવામાન વિભાગે (IMD) આગામી 7 દિવસ માટે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. 31મી જુલાઈથી 7મી ઓગસ્ટ સુધી ગુજરાત સહિત મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેવાની શક્યતા છે.
જાણો કયા રાજ્યોમાં કેવું રહેશે હવામાન
* ગુજરાત
1 ઓગસ્ટ: રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે.
2 ઓગસ્ટથી 5 ઓગસ્ટ: આ સમયગાળા દરમિયાન વરસાદનું જોર થોડું ઘટી શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ઝાપટાં પડી શકે છે.
6 ઓગસ્ટ અને 7 ઓગસ્ટ: રાજ્યમાં વરસાદની ગતિવિધિ ફરી વધી શકે તેવી શક્યતા છે.
* મહારાષ્ટ્ર અને ગોવા
31 જુલાઈથી 2 ઓગસ્ટ: કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. મુંબઈમાં પણ હળવા ઝાપટાંની શક્યતા છે.
3 ઓગસ્ટથી 7 ઓગસ્ટ: વરસાદનું જોર ધીમું પડી શકે છે. હાલમાં કોઈ રેડ કે ઓરેન્જ એલર્ટ નથી.
* દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ
31 જુલાઈથી 2 ઓગસ્ટ: હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે.
3 ઓગસ્ટથી 7 ઓગસ્ટ: વરસાદનું પ્રમાણ ઘટશે.
* ઉત્તરાખંડ
1 ઓગસ્ટ: દેહરાદૂન, નૈનીતાલ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. વીજળી પડવાની અને ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.
2 ઓગસ્ટથી 6 ઓગસ્ટ: રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે, સાથે જ ભારે વરસાદ, વીજળી અને પવનની ચેતવણી પણ છે.
7 ઓગસ્ટ: હળવા વરસાદની શક્યતા.
* હિમાચલ પ્રદેશ
1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ: ચોમાસાની તીવ્રતા થોડી ઓછી થશે, પરંતુ પહાડી વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.
* પંજાબ
1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ: મોટાભાગના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ રહેશે. છૂટાછવાયા ઝાપટાંની શક્યતા છે.
* હરિયાણા
1 ઓગસ્ટ: ગર્જના સાથે હળવો વરસાદ થઈ શકે છે.
2 ઓગસ્ટથી 5 ઓગસ્ટ: ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની સંભાવના છે.
6 ઓગસ્ટ અને 7 ઓગસ્ટ: વરસાદનું જોર ઓછું થશે.
* દિલ્હી
1 ઓગસ્ટથી 4 ઓગસ્ટ: દિલ્હી-NCRમાં હળવોથી મધ્યમ વરસાદ અને ઝાપટાંની શક્યતા છે.
5 ઓગસ્ટથી 7 ઓગસ્ટ: વરસાદનું જોર ઓછું થશે.
* ઉત્તર પ્રદેશ
1 ઓગસ્ટ: પૂર્વ અને પશ્ચિમ બંને ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ.
2 ઓગસ્ટથી 7 ઓગસ્ટ: વરસાદનું જોર ઘટશે, પરંતુ છૂટાછવાયા ઝાપટાં ચાલુ રહેશે.
* બિહાર
1 ઓગસ્ટ: ઘણા વિસ્તારોમાં ગાજવીજ અને ભારે વરસાદ.
2 ઓગસ્ટથી 4 ઓગસ્ટ: હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.
5 ઓગસ્ટથી 7 ઓગસ્ટ: વરસાદનું પ્રમાણ ઘટશે.
* ઝારખંડ
1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ: સામાન્ય રીતે હળવોથી મધ્યમ વરસાદ રહેશે. ભારે વરસાદ માટે કોઈ મોટી ચેતવણી નથી.
* મધ્ય પ્રદેશ
1 ઓગસ્ટ અને 2 ઓગસ્ટ: પશ્ચિમ અને પૂર્વ એમ.પી.ના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ, ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના.
3 ઓગસ્ટથી 7 ઓગસ્ટ: વરસાદની તીવ્રતા ઘટશે.
* છત્તીસગઢ
1 ઓગસ્ટ: હળવોથી મધ્યમ વરસાદની શક્યતા.
2 ઓગસ્ટથી 7 ઓગસ્ટ: વરસાદનું પ્રમાણ સામાન્ય રહેશે.
* રાજસ્થાન
1 ઓગસ્ટ: પૂર્વ અને પશ્ચિમ રાજસ્થાનમાં હળવોથી મધ્યમ વરસાદ, સાથે કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા.
2 ઓગસ્ટથી 6 ઓગસ્ટ: વરસાદની તીવ્રતા ઓછી થશે.
7 ઓગસ્ટ: હવામાનમાં સુધારો થશે.











