હાથરસમાં ભયાનક માર્ગ અકસ્માત: રોડવેઝ બસ અને ટેન્કરની ટક્કરમાં 4નાં મોત, 28 ઘાયલ

ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં ગુરુવારે સાંજે આગ્રા-અલીગઢ હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો.ચાર લોકોના મોત થયા છે

ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં ગુરુવારે સાંજે આગ્રા-અલીગઢ હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સાસની પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા સમામઈ ગામ પાસે રોડવેઝ બસ અને દૂધ ભરેલા ટેન્કર વચ્ચે આમને-સામનેની જોરદાર ટક્કર થઈ હતી.

આ ટક્કર એટલી ભયંકર હતી કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. આ અકસ્માતમાં એક બાળક સહિત ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે, જ્યારે ૨૮ થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં બસના કંડક્ટર અને રસ્તા કિનારે ઊભેલા એક અમરૂદ વેચનારનો પણ સમાવેશ થાય છે.

જિલ્લા મેજિસ્ટ્રેટ અતુલ વત્સના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના એક બાઇક સવારને બચાવવાના પ્રયાસ માં થઈ હતી, જેના કારણે બસ અનિયંત્રિત થઈને સામેથી આવતા ટેન્કર સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.

સ્થાનિક લોકો અને પોલીસની મદદથી બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢીને તાત્કાલિક સાસનીની CHC અને જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ કેટલાક મુસાફરોને વધુ સારી સારવાર માટે આગ્રા અને અલીગઢ મેડિકલ કોલેજ માં રિફર કરવામાં આવ્યા છે. પોલીસે બંને ક્ષતિગ્રસ્ત વાહનોને કબજે કરીને ઘટનાની તપાસ શરૂ કરી છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!