ખેડુતો આ નોંધણી ભૂલતા નહિ : ખેતીવાડી વિભાગના મહત્વના પગલા : ખેડુતો માટે નોંધણી ફરજિયાત ! જિલ્લા ખેતીવાડી કચેરીનું જાહેર નિવેદન

ગાંધીનગર, ગુરુવાર : તમામ ખેડુતોને ફાર્મર રજીસ્ટ્રી (ખેડુત નોંધણી) કરાવવા અનુરોધ ફાર્મર રજીસ્ટ્રી કરાવી, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિનો લાભ મેળવવા ભારત સરકાર દ્વારા ડીજીટલ પબ્લીક ઇન્ફાસ્ટ્રકચર – કૃષિ સબબ એગ્રીસ્ટેક પ્રોજેકટ અમલમાં મુકવામાં આવેલ છે, જેમાં તમામ ખેડુત ખાતેદારોને ફાર્મર રજીસ્ટ્રી (ખેડુત નોંધણી) કરાવવી ફરજીયાત કરવામાં આવેલ છે. ફાર્મર રજીસ્ટ્રીનો મુખ્ય ઉપયોગ કૃષિ તથા સંલગ્ન વિભાગો દ્વારા ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જીલ્લાના તમામ ખેડુતોને સરળ, પારદર્શક, અને સમયસર પુરો પાડી શકાય તે માટેનો છે. આ સિવાય ફાર્મર રજીસ્ટ્રીથી ખેડુતોની ઓળખ પ્રસ્થાપિત કરી શકાશે તેમજ કૃષિ સેવાઓ જેવી કે કૃષિ ધિરાણ, ટેકાના ભાવે ખરીદી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના જેવી યોજનાઓના લાભ ખેડુતોને ઝડપથી પહોંચાડવાના માટેનો છે.
હાલમાં પી.એમ કિસાન યોજના અંતર્ગત લાભ મેળવા તમામ ખેડુતોને ફાર્મર રજીસ્ટ્રી ફરજીયાત કરવામાં આવેલ છે ગાંધીનગર જીલ્લામાં કુલ ૧,૨૫,૨૭૦ લાખ જેટલા એકટીવ ફાર્મર કે જેઓ પી.એમ કિસાન યોજના હેઠળ સતત લાભ મેળવી રહેલ છે, જે પૈકી કુલ ૮૮,૯૩૬ જેટલા ખેડુતોએ ફાર્મર રજીસ્ટ્રીની કાર્યવાહી પુર્ણ કરેલ છે જયારે, કુલ- ૩૬૩૩૪ જેટલા ખેડુતોએ ફાર્મર રજીસ્ટ્રી કાર્યવાહી પુર્ણ કરેલ નથી. આમ, રાજય સરકાર દ્વારા અપાયેલ સુચનાઓ મુજબ પી.એમ કિસાન હેઠળ નોંધાયેલ ખેડુતો પૈકી ખેડુત નોંધણી કરાવેલ હશે તેવા જ ખેડુતોને આગામી હપ્તાનો લાભ મળવાપાત્ર હોવાથી તમામ બાકી ખેડુતોએ જે તે ગામના વી.સી.ઇ શ્રી /સી.એસ.સી સેન્ટર/ ગ્રામસેવક / તલાટીશ્રીનો સંપર્ક કરી તારીખ ૧૧/૦૭/૨૦૨૫ સુધીમાં ખેડુત નોંધણી કરાવી લેવા જીલ્લા વહીવટી તંત્ર મારફત દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવે છે. વધુમાં જણાવવાનું કે, બહાર ગામ રહેતા ખેડુતો https://gjfr.agristack.gov.in/farmer-registry-gj/#/ વેબસાઈટ પર જઈ સેલ્ફ રજીસ્ટ્રેશન કરી શકે છે અથવા કોઇ પણ નજીકના સી.એસ.સી (કોમ્પ્યુટર સહાયતા કેન્દ્ર) પર જઇ ફાર્મર રજીસ્ટ્રી કરાવી શકે છે. આ માટે તમામ ખેડુતોએ આધાર કાર્ડ/ જમીનના ઉતારાની નકલ- ૮અ/૭-૧૨ તેમજ આધાર કાર્ડ લીંક હોય તે મોબાઇલ સાથે રાખવો ખાસ જરૂરી છે તથા દસ્તાવેજની નકલ કોઇ પણ ઓપરેટરને આપવાના રહેતી નથી ફકત ફાર્મર રજીસ્ટ્રી માટે જરૂરી વિગતો ઓપરેટરને જણાવવાની રહે છે.











