ભારતે પાકિસ્તાનને 88 રનથી હરાવ્યું, સતત 12મી જીત નોંધાવી

ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ના છઠ્ઠા મુકાબલામાં ભારતીય ટીમે તેના કટ્ટર હરીફ પાકિસ્તાનને 88 રનથી હરાવીને સતત બીજી જીત નોંધાવી છે.

કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ના છઠ્ઠા મુકાબલામાં ભારતીય ટીમે તેના કટ્ટર હરીફ પાકિસ્તાનને 88 રનથી હરાવીને સતત બીજી જીત નોંધાવી છે. આ વિજય સાથે ભારતે પાકિસ્તાન સામે વુમન્સ વન-ડેમાં સતત 12મી જીત મેળવીને પોતાનો અજેય રેકોર્ડ જાળવી રાખ્યો છે.

ભારત હાલમાં અંકતાલિકામાં પ્રથમ સ્થાને છે. અગાઉ ભારતે શ્રીલંકાને ડીએલએસ નિયમ હેઠળ 59 રને હરાવ્યું હતું. હવે ભારતીય ટીમ 9 ઓક્ટોબરે સાઉથ આફ્રિકા સામે ટકરાશે.ભારતે પાકિસ્તાનને જીતવા માટે 248 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં પાકિસ્તાની ટીમ 43 ઓવરમાં માત્ર 159 રન બનાવી શકી અને ઓલઆઉટ થઈ ગઈ.

લક્ષ્યનો પીછો કરતા પાકિસ્તાનની શરૂઆત ધબડકાભરી રહી. માત્ર 26 રનના સ્કોર પર મુનીબા અલી, સદફ શમાસ અને આલિયા રિયાઝે વિકેટો ગુમાવી દીધી.જોકે, સિદરા અમીને એક છેડો જાળવી રાખીને સંઘર્ષપૂર્ણ ઇનિંગ રમી. તેણે નતાલિયા પરવેઝ સાથે 69 રનની ભાગીદારી નોંધાવી.

સિદરા અમીને 106 બોલમાં 81 રન બનાવ્યા, જેમાં 9 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. વુમન્સ વન-ડેમાં ભારત સામે કોઈ પણ પાકિસ્તાની બેટર દ્વારા આ સર્વશ્રેષ્ઠ સ્કોર રહ્યો. જોકે, અન્ય બેટરોના નિષ્ફળતાને કારણે સિદરાની ઇનિંગ્સ ટીમને જીત તરફ દોરી શકી નહીં. સિદરા અમીનના આઉટ થતાં જ ભારતની જીત નિશ્ચિત થઈ ગઈ હતી.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!