INDIA ગઠબંધન આજે રાહુલ ગાંધીના નેતૃત્વમાં રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરશે

CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે INDIA ગઠબંધન આજે રાહુલ ગાંધીના નેતૃત્વમાં રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરશે; મમતા અને અખિલેશ દિલ્હીમાં.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને “વોટ ચોરી”ના આરોપ અંગે INDIA ગઠબંધન આક્રમક બન્યું છે. રાહુલ ગાંધીના આહ્વાન પર મમતા બેનર્જી અને અખિલેશ યાદવ સહિતના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. આજે ફરી વિપક્ષી પાર્ટીઓ રાહુલ ગાંધીના નેતૃત્વમાં રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરી વિરોધ નોંધાવશે.

આજે શું છે યોજના?
CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને INDIA ગઠબંધન અને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન સતત ચાલુ છે. યોજના મુજબ ગઠબંધનના તમામ સાંસદો સંસદ ભવન પરિસરમાં એકઠા થશે અને ત્યાંથી રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ કાઢશે.

રાષ્ટ્રપતિ મુર્મુ પાસે મુલાકાતની માંગ
સૂત્રો મુજબ વિપક્ષી દળો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત માટે સમય માંગી રહ્યા છે. વિપક્ષી નેતાઓ રાષ્ટ્રપતિને SIR પ્રક્રિયામાં કથિત અનિયમિતતા અને “વોટ ચોરી”ના આરોપો અંગે માહિતગાર કરવા માગે છે, અને જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવાની માંગ પણ રજૂ કરશે. જોકે રાષ્ટ્રપતિ ભવન તરફથી હજી મુલાકાતનો સમય અપાયો નથી.

દિગ્ગજ નેતાઓનું દિલ્હી આગમન
આમ છતાં રાહુલ ગાંધીએ TMCનાં મમતા બેનર્જી, સપાના અખિલેશ યાદવ, RJDના તેજસ્વી યાદવ અને શિવસેના (UBT)ના ઉદ્ધવ ઠાકરે જેવા INDIA બ્લોકના ટોચના નેતાઓને દિલ્હી આવવા વિનંતી કરી છે. ગુરુવારે રાહુલ ગાંધીએ ફોન કરીને આ નેતાઓને દિલ્હી પહોંચવા આગ્રહ કર્યો હતો. મમતા બેનર્જીએ ગુરુવારે કોલકાતાથી દિલ્હી રવાના થતાં પહેલાં પરોક્ષ રીતે આ વાતની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે “વોટ ચોરી” જેવા અત્યંત મહત્ત્વના મુદ્દાને ધ્યાને રાખી તેમને દિલ્હી આવવા કહેવાયું છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!